ગીરગંગા ટ્રસ્ટ દ્વારા થયેલ કાર્યોની મુલાકાત લેશે રાજયપાલ

વૈશ્વિક સ્તરે જળ, પશુ-પક્ષી, જીવજંતુ અને જનની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કાલાવડ રોડ, કટારીયા ચોકડી પાસે, રાજકોટ ખાતે બનાવવામાં આવનાર…

વૈશ્વિક સ્તરે જળ, પશુ-પક્ષી, જીવજંતુ અને જનની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કાલાવડ રોડ, કટારીયા ચોકડી પાસે, રાજકોટ ખાતે બનાવવામાં આવનાર ચેકડેમનું તા.04 માર્ચ, મંગળવારના રોજ મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રત ખાતમુર્હુત કરશે તથા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃના સ્મરણાર્થે બાલાજી વેફર્સના વિરાણી પરીવારના અનુદાનથી બનાવેલ હીરાબા સરોવરની પણ મુલાકાત લેશે. ત્યારબાદ કાલાવડ રોડ, કોસ્મોપ્લેકસ સિનેમાની પાછળ આવેલ પેરેડાઈઝ હોલ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, ઉદ્યોગપતિઓ, દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓને પ્રાકૃતિક ખેતીમાં અને જીવનમાં વરસાદી શુધ્ધ અમૃત સમાન પાણીનું મહત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા અંગેનું માર્ગદર્શન આપશે.

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાત ભરમાં ભ્રમણ કરીને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળી પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા આપી અને ખેડૂતોને તે તરફ વાળ્યા છે. જેથી સમગ્ર જીવસૃષ્ટિની રક્ષા સાથે ખેડૂતોની આવકમાં વધારો અને ભારત દેશની આર્થિક સમૃધ્ધિમાં વધારો થઈ રહયો છે. આ જ રીતે ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા જે વરસાદી અમૃત સમાન શુધ્ધ પાણી દરીયામાં જતું રોકાઈ તેના માટે પપાણી બચાવો ની જે ઝુંબેશ ઉઠાવેલ છે, તેને વધુ પ્રોત્સાહન મળે. તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરેલ છે. ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં, તુટેલા છે તે રીપેર,ઉડા, ઉંચા કરી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે.

 

અને જરૂૂરીયાત પ્રમાણે નવા પણ બનાવવામાં આવે છે તેમજ . ઘણા ડેમોમાં કાંપ ભરાઈ ગયેલ અને ખૂબ જ છીછરા થઈ ગયેલ હાલતમાં છે. કાપથી ભરાઈ ગયેલ હાલતમાં હોય અને તે ફળદ્રુપ માટી ચેકડેમમાંથી ઉપાડી જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે, અને ડેમમાં પાણીની ક્ષમતા વધારવામાં આવે છે, અને ખેડૂતો ડેમમાંથી નીકળેલી ફળદ્રુપ માટી ઉપાડીને ખેતરમાં નાંખવાથી પાક ઉત્પાદનમાં પુષ્કળ વધારો થાય છે, જે ચેકડેમોને દાતાઓના સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રીપેર કરવામાં આવે છે. તેમજ અત્યાર સુધીમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 250 થી વધુ ચેકડેમોનું કામ પૂર્ણ કરેલ છે, જેમાંથી અમુક ડેમો રીપેર કરવા, ઉંચા કરવા અને ઊંડા કરવામાં આવેલ છે, અને બાલાજી વેફર્સ ના વિરાણી પરિવાર દ્વારા કાલાવડ રોડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃના નામનું પહિરાબા સરોવરથ આજે પણ ઓવરફલો થઈ રહયું છે, તથા કાલાવડ રોડ પર તેમજ રાજકોટ શહેરમાં રૈયા રોડ થી નાનામવા વિસ્તારમાં અત્યાર સુધીમાં 11 થી વધુ વિશાળ ચેકડેમો બનાવવામાં આવેલ છે. આ રીતે રાજકોટ શહેરમાં વરસાદી પાણી બચાવવા માટે કૂવા તથા બોર રીચાર્જ કરવા જોઈએ. અને આવા ખુલ્લી જગ્યામાં વધુ ચેકડેમો બને તો પાણી પ્રશ્ન સરળ બને. ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રગુજરાતમાં 11,111 ચેકડેમો તથા 11,111 રીચાર્જ બોર કરવાનો દૃઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. જે પૈકી 250 ચેકડેમ તથા 125 જેટલા રીચાર્જ બોર થઈ ગયેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયા તથા પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, સંદીપભાઈ જોષી, તુષારભાઈ, મહેશભાઈ સેગલીયા, કિશોરભાઈ કાથરોટીયા, જયેશભાઈ પટેલ, પ્રવીણભાઈ ભુવા, વગેરેની ટીમ સુંદર સંચાલન કરી રહી છે. આ અંગેની વિશેષ માહિતી માટે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા મો. 94272 07868 તથા દિનેશભાઈ પટેલ (મો.98242 38785) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *