મોરબીના જેતપર ગામે ખેડૂતો ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે 10 દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલન મામલે રાજ્ય સરકારે આજે જીલ્લા કલેકટરને પત્ર લખી ખેડૂતોને ચર્ચા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જોકે આમંત્રણ મળ્યાના ગણતરીના કલાકોમાં ખેડૂત સમિતિએ આમંત્રણનો અસ્વીકાર કરી લેખિત પરિપત્ર મળ્યા બાદ જ ચર્ચા માટે ગાંધીનગર જવા ખેડૂતોએ મક્કમતા દાખવી હતી.
પત્ર સંદર્ભે આજે જીલ્લા કલેકટર સ્વપ્નીલ ખરે દ્વારા પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબી જીલ્લા ખેડૂત સમિતિ દ્વારા વીજળીના થાંભલા ખેતરમાં નાખવા અંગે ધરણા ચાલી રહ્યા છે જે અંગે ખેડૂત સમિતિ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં આવેલ માંગણીઓના આવેદન અંગે ખેડૂત સમિતિ સભ્યો અને આગેવાનો સાથે રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્યો સાથે ટેલીફોનીક અને રૂૂબરૂૂ ચર્ચા કરવામાં આવી હતી સરકાર ખેડૂતોના પ્રશ્ને પોઝીટીવ છે અને ખેડૂતોની માંગણીઓ અને ખેડૂતો સાથે ચર્ચા કરવા તૈયાર છે અને ખેડૂતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ખેડૂતોની સરકાર સાથે મુલાકાત અંગેનો તારીખ અને સમય હાલ નક્કી નથી પત્ર અંગે ખેડૂત સમિતિ સાથે ચર્ચા કરી સમય અને તારીખ નક્કી કરી ચર્ચા કરવામાં આવશે અને માંગણીઓનો ઉકેલ આવે અને આંદોલનનો સુખદ અંત આવે તેવા સંકેતો મળી રહ્યા છે.
સરકારના ચર્ચા માટેના આમંત્રણ પત્ર અંગે આંદોલનકારી નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે સરકારે પરિપત્ર આપ્યો નથી ખાલી પત્ર લઈને અધિકારીઓ આવ્યા હતા જે પત્રનું વાંચન કરી અસ્વીકાર કર્યો છે SDM અગાઉ 3-4 વખત આવ્યા છે જેને મૌખિક રજૂઆત કરી તો ગાંધીનગર લેખિત માંગણીઓ મોકલવા જણાવ્યું હતું અને લેખિતમાં છ મુદાઓ આપ્યા છે રજૂઆત કરી છે જેમાં 6 મુદાઓની રજૂઆતમાં સરકાર તમામ માંગણીઓ સ્વીકારવા તૈયાર છે કે કોઈ માંગણીઓમાં વઘઘટ કરવા માંગે છે તે જણાવ્યું નથી સરકાર લેખિતમાં માંગણીઓ અંગે જવાબ આપે તો ખેડૂતો ચર્ચા કરવા તૈયાર છે અને લેખિત પરિપત્ર મળ્યા બાદ જ ગાંધીનગર મળવા જશું તેમ જણાવ્યું હતું.
મોરબીના જેતપર ગામે ચાલતુ ખેડૂત આંદોલન હવે દિન પ્રતિદિન વધુ ઉગ્ર બનતુ જાઈ છે આ આંદોલન ને સિરામિક ઉદ્યોગ વિવિધ સંગઠનો વિવિધ એશોસીએશન પાટીદાર સમાજ ના વિશાળ સમર્થન મળી રહીયુ છે ત્યારે આજે જેતપર ખેડૂત આંદોલન ને મોરબી ને આસપાસ ના ગામો ની ખેડૂત મહીલાઑ એ સમર્થન આપી આજે મોરબી ના શનાળારોડ પર નવા બસ સ્ટેશન સામે સરદાર પટેલ ના સ્ટેચ્યુ થી ખેડૂત મહીલાઑ એ વિશાળ બાઇક રેલી કાઢી રેલી મોરબ ના મુખ્ય માર્ગ પર ફરી મહેનદરનગર થઈ જેતપર ગામ પહોચી હતી રેલી મા મહીલાઑ એ હાથ મા બેનરો સાથે સરકાર સામે ભારે રોષની વ્યક્ત કરી સુત્રોચાર કરીયા હતા જમીન અમારા ગામની નથી કોઈના બાપની નથી.
માજી સૈનિક મહામંડળનું સમર્થન
મોરબી જીલ્લાના જેતપર ગામે ચાલતું ખેડૂત આંદોલનને વિવિધ સંગઠનો સંસ્થા એશોસીએશનનુ સમર્થન મળી રહીયુ છે જેમા મોરબી જીલ્લાના શ્રદ્ધા માજી સૈનિક મહામંડળના તમામ સભ્યો આજે જેતપર પહોચી ખેડૂત આંદોલનને સમર્થન આપીયુ હતુ.
સમાધાન નહીં થવા દેવા પાછળ પણ રાજકીય ચાલ?
મોરબી જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા ખેતરોમાં વીજળીના થાંભલા નાખવા સંદર્ભે ધરણા ચાલી રહ્યા છે. ખેડૂતોની માંગણીઓ બાબતે રાજ્ય સરકાર છેલ્લા 3-4 દિવસથી સતત વાતચીત અને ચર્ચા માટે બોલાવી રહી છે. આ કડીમાં ઊર્જા વિભાગના સંયુક્ત સચિવ આશિષ વાળા દ્વારા કલેક્ટરને પત્ર મોકલીને સત્તાવાર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે. જોકે, આંદોલનકારીઓએ સરકારના આ હકારાત્મક આમંત્રણને નકારી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક બની બેઠેલા ખેડૂત આગેવાનો પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય રોટલા શેકવા માટે ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે અને સરકાર તથા ખેડુતો વચ્ચે સમાધાન થવા દેતા નથી. સરકારના ચર્ચા માટેના વારંવારના પ્રયત્નોને નાકામ કરીને આ નેતાઓના ઇરાદામાં ’આખી દાળ જ કાળી’ દેખાઈ રહી છે. અંદરના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વિવાદ પાછળ મોટા પાયે પૈસાની લેવડદેવડ રાજકીય ફાયદો ઉઠાવવાની રમત રમાઈ રહી છે.
આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ
મોરબીના સનાળા રોડ પર આવેલ નવા બસ સ્ટેશન પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનની ઉપવાસી છાવણી સુધીની એક સ્કૂટર રેલીનું મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને ખેડૂતો દ્વારા પોતાના હક માટે થઈને જે લડત લડવામાં આવી રહી છે તેમાં અંત સુધી મહિલાઓએ લડી લેવા માટે તેઓનું સમર્થન આપ્યું છે સાથોસાથ જો આ રેલી પછી પણ હવે સરકાર ખેડૂતોનો પ્રશ્ન નહીં ઉકેલે તો આગામી સમયમાં ગાંધીનગર સુધીની રેલી યોજવાની ચીમકી ઉચ્ચારવામાં કવિ છે. આ રેલી જેતપર ગામે પહોંચી ત્યારે “જય જવાન જય કિસાન” અને “ગામની જમીન ગામની નથી કોઈના બાપની” વિગેરે જેવા સુત્રોચ્ચાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા અને ખેડૂતોનો પ્રશ્ન હવે જો સરકાર દ્વારા નહીં ઉકેલવામાં આવે તો આગામી સમયમાં આવી જ સ્કૂટર રેલી જેતપરથી ગાંધીનગર સુધી કરવાની ચીમકી મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
