સુરેન્દ્રનગરમાં બે સ્થળે દારૂના દરોડા, રૂા.72 લાખનો મુદ્દમાલ કબજે કરાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂૂના ધંધા સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા બે અલગ-અલગ ઓપરેશનમાં…

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂૂના ધંધા સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા બે અલગ-અલગ ઓપરેશનમાં દેશી દારૂૂ બનાવવાનો મોટો જથ્થો તેમજ વિદેશી દારૂૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.

ચોટીલાના સાલખડા ગામે દેશી દારૂૂના અડ્ડા પર દરોડો પ્રથમ ઘટનામાં LCBએ ચોટીલા તાલુકાના સાલખડા ગામની ખારી વાળી સીમમાં દરોડો પાડી દેશી દારૂૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો 4,000 લીટર આથો (વોશ) અને 15 અખાધ્ય ગોળના ડબા જપ્ત કર્યા હતા. કુલ ₹1,02,250નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ વજાભાઈ સાનીયાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી હાલ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂૂ કરી છે.

કાનપરાના પાટિયા નજીક વિદેશી દારૂૂ ભરેલ ટ્રક અને ઇનોવા કાર ઝડપાયા બીજી ઘટનામાં લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર કાનપરાના પાટિયા નજીકથી ટ્રક અને ઇનોવા કારમાંથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે 11,376 બોટલ અને બીયર ટીન સહિત કુલ ₹72.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમાં ₹39.35 લાખનો દારૂૂ, ₹10 લાખનો ટ્રક, ₹20 લાખની ઇનોવા કાર, પાંચ મોબાઈલ ફોન અને અન્ય સામાનનો સમાવેશ થાય છે.

આ કેસમાં અનિલભાઈ બાબભાઈ બોરીયા, રાજુભાઈ કનુભાઈ ભોજક અને દશરથભાઈ મનસુખભાઈ રૂૂદાતલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ટ્રક માલિક સહિત અન્ય કેટલાક આરોપીઓ હજુ ફરાર છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ચોખાના ભૂસાના કોથળાની આડમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *