આગામી સોમવારથી ત્રણ દિવસની બેંક હડતાલના કારણે આવતીકાલે રવિવારે સરકારી બેંકો ચાલુ રહેનાર છે જ્યારે જો કે, ખાનગી અને સહકારી બેંકો બંધ રહેનાર છે. આ ઉપરાંત સોમવારથી ત્રણ દિવસની બેંક હડતાલ દરમિયાન એટીએમમાંથી નાણા ઉપાડવા ઉપર કોઇ ચાર્જ નહીં લગાડવા રિઝર્વ બેંકે પરિપત્ર કર્યો છે.
દેશભરના બેંક ગ્રાહકો માટે એક મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ’યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ’ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને આગામી 28 થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ત્રણ દિવસીય દેશવ્યાપી બેંક હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાળના કારણે દેશભરની સાથે-સાથે ગુજરાતમાં પણ બેંકિંગ સેવાઓ પર મોટી અસર પડી શકે છે અને ગ્રાહકોને બેંક શાખાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
26 સપ્ટેમ્બર શનિવાર મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંકો સામાન્ય રીતે બંધ રહેશે.27 સપ્ટેમ્બર રવિવાર આરબીઆઈના ખાસ આદેશ અનુસાર આ રવિવારે તમામ સરકારી અને નિયમિત વ્યાપારી બેંકો ખુલ્લી રહેશે, જ્યારે કેટલીક સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલી બેંકો ખુલ્લી રહેશે.
28, 29 અને 30 સપ્ટેમ્બર સોમવારથી બુધવાર યુનિયનની રાષ્ટ્રીય હડતાળના કારણે આ ત્રણ દિવસ સુધી દેશભરમાં બેંકોની શાખાઓમાં કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ કે પ્રભાવિત રહેવાની સંભાવના છે.
બીજી તરફ સહકારી બેન્કો હડતાલમાં જોડાવવાની નથી તેથી તે રવિવાર એટલે કે આવતીકાલના રોજ બંધ રહેશે અને સોમવારથી રાબેતા મુજબ ચાલુ રહે છે. આવતીકાલે રવિવારના રોજ આરબીઆઈના આદેશ પ્રમાણે તમામ સરકારી બેંકો ખુલ્લે રહેશે જ્યારે મોટાભાગની સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલી બેંકો બંધ રહેશે અને સોમવારે એવો રાબેતા મુજબ ખુલ્લી રહેશે તેવો હડતાલમાં જોડાઈ હતી તેમના કારણે તે કાબેતા મુજબ સોમવારથી શરૂૂ રહે છે.
