વડોદરા સહિત સમગ્ર ગુજરાતભરમાં UPI ચાર્જીસના મામલે વેપારી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોન્ફડ્રેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના ગુજરાત પ્રમુખ પરેશ પરીખના નિવેદન અનુસાર, આગામી 2 ઓક્ટોબરથી વેપારીઓ આ મામલે મેદાને ઉતરશે અને UPI ચાર્જીસ સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મુદ્દે આજે વડોદરા અને ગુજરાત સ્તરે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં તમામ વેપારી સંગઠનો ભેગા મળીને આગામી રણનીતિ નક્કી કરી ઈઅઈંઝ ને રાજ્યભરના તમામ વેપારી સંગઠનોનું ભરપૂર સમર્થન પણ મળી રહ્યું છે.
વેપારીઓની મુખ્ય ફરિયાદ એ છે કે શરૂૂઆતના તબક્કે સરકારે વિવિધ પ્રોત્સાહનો આપીને વેપારીઓ તથા ગ્રાહકોને UPI ડિજિટલ પેમેન્ટ તરફ વાળ્યા હતા, પરંતુ હવે તેના પર ચાર્જીસ લગાવવામાં આવી રહ્યા છે, જે અયોગ્ય છે. વિશેષ કરીને FMCG (ફાસ્ટ મુવિંગ ક્ધઝ્યુમર ગુડ્સ) ક્ષેત્રની વાત કરીએ તો તેમાં વેપારીઓનું માર્જિન માત્ર 1 ટકા જેટલું જ મર્યાદિત હોય છે. આવા સંજોગોમાં કોઈપણ વેપારી પોતાના વ્યવસાયમાં ખોટ ખાઈને નફો નહીં કરે, જેના કારણે આર્થિક સંકટ ઊભું થઈ રહ્યું છે.
વેપારી સંગઠનો સ્પષ્ટપણે માની રહ્યા છે કે જો સરકાર કે સંબંધિત સત્તાધીશો દ્વારા આ મામલે યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો વેપારીઓ પોતાના નફામાંથી આ બોજ સહન નહીં કરે. પરિણામે, આખરે આ વધારાનો આર્થિક ભાર ચીજવસ્તુઓના ભાવ વધારા દ્વારા ગ્રાહકો સુધી પહોંચશે અને વસ્તુઓ મોંઘી કિંમતે વેચાશે. આ ગંભીર મુદ્દે 2 ઓક્ટોબરથી શરૂૂ થનારું આંદોલન રાજ્યના વેપાર જગતમાં મોટો વળાંક લાવશે તેવી પૂરી સંભાવના છે.
