મેયર- ડેપ્યુટી મેયર- કમિશનર સહિતના અન્ય પદાધિકારીઓએ ગાંધીનગરમાં ચેક સ્વીકાર્યો
જામનગર શહેરના વિવિધ વિકાસકાર્યો કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે જામનગર મહાનગરપાલીકાને ગઈકાલે બુધવારે ફક્ત રૂૂા. 85 કરોડનો ચેક આપવામાં આવ્યો હતો. જેમાં મેયર- કમીશનર સહિતના મહાપાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
જામનગર સહિત આઠેય મહાનગરપાલિકાના વિકાસના કામો ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. બુધવારે બપોરે 3 વાગ્યે ઓડા ઓડીટોરીયમ હોલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે આઠેય મહાપાલીકાઓ વચ્ચે રૂૂા.2,800 કરોડની રકમના અલગ-અલગ ચેક અર્પણ સમારોહ યોજવામાં આવ્યો છે જેમાં મુખ્યમંત્રી બુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજયમંત્રી દર્શનાબેન વાઘેલા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેમાં જામનગર મહાપાલીકાને સરકાર દ્વારા રૂૂ.85 કરોડ રૂૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
જામનગર મહાનગરપાલિકા તરફથી આ કાર્યક્રમમાં જામનગરથી મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા. સ્ટે.ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશીષ જોશી અને દંડક કેતન નાખવા તેમજ મહાનગરપાલિકાના કમીશ્નર ડી.એન.મોદી હાજર રહ્યા હતા.
