ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગર પાલિકાઓના શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીના વરદ્દ હસ્તે ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત રાજ્યની નગરપાલિકા/મહાનગર પાલિકાઓને શહેરી વિકાસના કામો માટે તા.17/12/2025, બુધવારના રોજ મુખ્યમંત્રીના વરદ્દ હસ્તે રૂૂ.2800 કરોડના ગ્રાંટના ચેક વિતરણ કરવાના કાર્યક્રમનું ઔડા ઓડિટોરિયમ, શેલા, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવેલ હતો.
અમદાવાદ ખાતે આયોજિત શહેરી વિકાસના કામો માટે ગ્રાંટના ચેક વિતરણ કરવાના આ સમારોહમાં રાજકોટ મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, પી.પી.પટેલ ઉપસ્થિત રહેલ હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે ચેકનો સ્વીકાર કરવામાં આવેલ હતો.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહાનગરોમાં માળખાકીય સુવિધાઓને વેગ આપવા માટે હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાન હેઠળ વર્ષ 2025ને ’શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યુ છે ત્યારે રાજકોટ શહેરને વધુ સ્માર્ટ, સસ્ટેનેબલ અને ફ્યુચર રેડી બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ’સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત રાજકોટ શહેરના વિવિધ વિકાસ કામો માટે અંદાજે રૂૂ.195/- કરોડની ગ્રાંટની રકમનો ચેક રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને આપવામાં આવ્યો.
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા મળેલ આ માતબર ગ્રાન્ટથી રાજકોટના વિકાસને નવી ઊંચાઇ મળશે. ખાસ કરીને પીવાના પાણીની લાઈનો, ભૂગર્ભ ગટર નેટવર્ક, ટ્રાફિક વ્યવસ્થાપન અને આધુનિક રસ્તાઓના નિર્માણમાં આ ફંડ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ ફાળવણીથી રાજકોટ ’સ્માર્ટ સિટી’ અને ’લિવિંગ ઈન્ડેક્સ’ માં પોતાનું સ્થાન વધુ મજબૂત કરશે.
આગામી સમયમાં આ રકમનો ઉપયોગ કરીને જનસુખાકારીના કામો યુદ્ધના ધોરણે શરૂૂ કરવામાં આવશે તેવું જણાવી રાજકોટ મહાનગરપ ાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, પી.પી.પટેલએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરેલ છે.
