બાર એસો.ની ચૂંટણી : વકીલોનું હિત એ જ RBA પેનલનો ઉદ્દેશ

હાઇકોર્ટની બેંચ માટે પૂરતા પ્રયાસો કરાશે અને વકીલોના વિકાસ માટે કોર્ટમાં સુવિધા પૂરી પાડવામાં આવશે: સુમિત વોરા રાજકોટ બાર એસોસિએશનની આગામી ચૂંટણીને હવે ગણતરીના દિવસો…

હાઇકોર્ટની બેંચ માટે પૂરતા પ્રયાસો કરાશે અને વકીલોના વિકાસ માટે કોર્ટમાં સુવિધા પૂરી પાડવામાં આવશે: સુમિત વોરા

રાજકોટ બાર એસોસિએશનની આગામી ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વકીલ આલમમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણી જંગમાં છઇઅ પેનલ દ્વારા “વકીલોનો વિકાસ એ જ અમારો ઉદેશ”ના સૂત્ર સાથે જોરશોરથી પ્રચાર અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે. આ પેનલને વિવિધ જ્ઞાતિના વકીલો અને જુદા એસોસિએશનોએ પોતાનો ટેકો જાહેર કર્યો હોવાનું ઉમેદવારોએ જણાવ્યું છે.

રાજકોટ બાર એસોસિએશનની વર્ષ 2025-26 ની ચૂંટણીમાં લીગલ સેલ દ્વારા સમરસ પેનલને મેદાનમાં ઉતારવામાં આવી છે. ત્યારે સમરસ પેનલને ટક્કર આપવા વર્તમાન ઉપપ્રમુખ સુમિત વોરાની આગેવાની હેઠળ છઇઅ પેનલને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવી છે. છઇઅ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર સુમિત વોરા, ઉપપ્રમુખ પદના દાવેદાર બિમલ જાની, સેક્રેટરી પદના ઉમેદવાર નિલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરીના દાવેદાર જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર પદના ઉમેદવાર પ્રગતિ માકડીયા, લાઈબ્રેરી સેક્રેટરીના ઉમેદવાર કેતન મંડ મહિલા અનામતમાં કારોબારી સભ્યના ઉમેદવાર રક્ષાબેન ઉપાધ્યાય, મીનલબેન સોનપાલ, નિશાબેન લુણાગરીયા, જનરલ કારોબારીના ઉમેદવાર સંજય ડાંગર, સ્તવન મહેતા, અશ્વિન રામાણી, વિજય રૈયાણી, ભાર્ગવ પંડયા, હસમુખ સાગઠીયા, કલ્પેશ સાકરીયા, બીસીઆઈના સહ અધ્યક્ષ દિલીપભાઈ પટેલ અને વર્તમાન પ્રમુખ પરેશભાઈ મારૂૂએ ’ગુજરાત મિરર” કાર્યાલયની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની જનતાને ઘર આંગણે સસ્તો અને ઝડપી ન્યાય મળે તે માટે રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની સ્થાપના થાય તે દિશામાં કેન્દ્ર સરકાર સુધી રજૂઆતો કરવામાં આવી છે. આગામી સમયમાં પણ આ માટે પૂરી તાકાતથી પ્રયાસો કરવામાં આવશે. વકીલો માટે અત્યાધુનિક વકીલ સંકુલના નિર્માણ માટે પણ પેનલ કટિબદ્ધ છે. ગત બોડીએ વકીલોના હિતમાં અનેક સીમાચિહ્નરૂૂપ કાર્યો કર્યા છે જેમાં મેડિકલ કેમ્પ, લીગલ અવેરનેસ, ખેલ મહાકુંભ, એડવોકેટ ભવન (ચાર માળના ભવન માટે મંજૂરી મેળવવાની મહત્વની કામગીરી) સહિતની કામગીરી કરવામાં આવી છે.

આ વર્ષે પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ગત બોડીના સફળ ઉપપ્રમુખ સુમિત વોરા મેદાનમાં છે. તેમની સાથે અનુભવી ચહેરાઓની ટીમ છે. ચૂંટણી બાદ પેનલના મુખ્ય લક્ષ્યાંકોમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેનું એડવોકેટ ભવન પૂર્ણ કરવું, મહિલા બાર રૂૂમમાં કોમ્પ્યુટર અને અત્યાધુનિક સોફ્ટવેર ઉપલબ્ધ કરાવવા, રાજકોટ કોર્ટ પરિસરમાં જ પોસ્ટ ઓફિસની સુવિધા શરૂૂ કરવી, જુનિયર વકીલો માટે નેશનલ લેવલના લીગલ સેમિનારનું આયોજન કરવું તે સહિતના વકીલોના હિતાર્થે કર્યો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

પ્રમુખ સુમિત વોરા
સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ અને જયદેવભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ વર્ષ-2011માં સિવીલ, ક્રિમીનલ અને રેવન્યુ ક્ષેત્રમાં વકીલાતની શરૂૂઆત કરી હતી. અગાઉ બાર એસોસિએશનમાં ત્રણ વખત કારોબારી સભ્ય, લાયબ્રેરી સેક્રેટરીના હોદ્દા હેઠળ કામગરી કરી ચૂક્યા છે. હાલ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં કો-ઓપ્ટ મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યાં છે. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળમાં પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહ્યાં છે, ખોડલધામ લીગલ સમિતિમાં સક્રિયા ભૂમીકા નિભાવી કાનુની માર્ગદર્શન આપી રહેલ છે. અન્ય સામાજીક તથા રાજકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. સીનીયર તથા જુનીયર ભાઈઓ બહેનોમાં લોકચાહના ધરાવતા હોવાથી વર્ષ 2025માં ઉપપ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્યાન ખેલ મહાકુંભ, નવરાત્રી-પ્રવાસ, મેડિકલ કેમ્પ, તેમજ જુનીયર વકિલોને પ્રોત્સાહન આપવા સ્કીલ/લીગલ અવેરનેશ કાર્યક્રમ તથા નેશનલ લીગલ સેમીનારમાં ઉમદા કામગીરી કરી સૌરાષ્ટ્ર પ્રાંતને હાઈકોર્ટની બેંચ મળવા પ્રપોઝલ ડ્રાફ્ટ કમિટીમાં સેવા આપેલ. વકીલ ભવનના મંજુર થયેલા પ્લાનને રીવાઈઝડ કરી પાંચા માળનું અદ્યતન ભવન માટે હાઈકોર્ટ સમક્ષ સફળ રજુઆત કરી મંજુર કરાવેલ.

ઉપપ્રમુખ બિમલ જાની
સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ તથા જયદેવભાઈ શુક્લા માર્ગદર્શન હેઠળ વર્ષ 2002માં વકીલાતના વ્યવસાયનો પ્રારંભ કર્યો છે. બાર એસોસીએશનમાં સેવા આપી ચૂક્યા છે: લોયર્સ સ્પોર્ટસ ફાઉઉન્ડેશન (એલ.એસ.એફ)માં સહ-ક્ધવીનર અને વોઇસ ઓફ લોયર્સમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યાં છે. બ્રહ્મસમાજ અને સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે.જુનીયર એડવોકેટ મિત્રો માટેના લો-કોલેજ તથા યુડીશીયલ ઓફીસની પરિક્ષાના વર્ગોમાં લેકચરર તરીકે સેવા આપી. રહ્યાં છે.

સેક્રેટરી નિલેશ પટેલ
સહકારી ક્ષેત્રના સીનીયર ધારાશાસ્ત્રી જે.ટી. ફળદુ સાથે સને 2001માં વકીલાતની શરૂૂઆત કરી હતી. હાલ રેવન્યુ, ફોજદારી, ક્ધઝ્યુમર તેમજ સહકારી ક્ષેત્રમાં વકીલાત કરી રહેલ છે. બાર એસોશીએશનમાં જોઇન્ટ સેક્રેટરી તથા કારોબારી સભ્ય તરીકે સેવા આપેલ છે. રેવન્યુ બાર એસોસીએશનમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે. રાજકોટ ડિસ્ટ્રીક્ટ. બેન્ક, શિવસાગર ક્રેડિટ, શિવ આશિષ ક્રેડિટ, એમ્પલ, વિશાખા ક્રેડિટ, માધવ દર્શન ક્રેડિટ, વિરાટ ક્રેડિટ જેવી ઘણી સહકારી મંડળીઓમાં લીગલ એડવાઈઝર તરીકે સેવા આપી રહેલ છે.

જોઇન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલિયા
સીનીયર ધારાશાસ્ત્રી તુલસીદાસ ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ સીવીલ, આર્બીટ્રેશન, ચેરિટી , ક્રિમીનલ તેમજ રેવન્યુ ક્ષેત્રમાં વકિલાતની શરૂૂઆત કરેલ. જીલ્લા પંચાયત આરોગ્ય શાખાના પી.સી. એન્ડ પી.એન્ડ ડી.ટી. એક્ટ અન્વયેની પેનલમાં રાજકોટ નાગરીક સહકારી બેંક, સ્વાગત કો-ઓપરેટીવ સોસાયટી, સદ્ભાવ કો-ઓપરેટીવ સોસાયટી તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં, વૈષ્ણવ સાધુ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા હરહંમેશ સતત તત્પર હોય તેમજ ભારતના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમ.એસ.એમ.ઈ.)માં જીલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહેલ હોય તેમજ લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન (એલ.એસ.એફ.)માં જોઇન્ટ સેક્રેટરી અને વોઇસ ઓફ લોયર્સમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યાં છે.

ટ્રેઝરર પ્રગતિ માકડિયા
વકીલ માકડીયા પ્રગતિબેન વર્ષ 2018થી વકીલાતની શરૂૂઆત કરી હતી. સાયબર ક્રાઈમના ગુહ્રાઓમાં પીડીતોને ન્યાય અપાવવા વકીલ તરીકે સારી એવી સેવા આપી રહેલ છે. હાલમાં રેવન્યુ, સીવીલ તેમજ ફોજદારી ક્ષેત્રે વકિલાતનો પ્રેક્ટિસ કરી રહેલ છે. સામાજિક તથા રાજકીય સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ ઉપર સેવાઓ આપી રહેલ છે. જીલ્લા કાનુની સેવા સત્તા મંડળમાં પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહ્યાં છે. સીનીયર તથા જુનીયર ભાઈઓ-બહેનોમાં લોકચાહના ધરાવતા હોવાથી વર્ષ 2025માં કારોબારી સભ્યના કાર્યકાળ દરમ્યાન ખેલ મહાકુંભ, નવરાત્રી-પ્રવાસ, મેડિકલ કેમ્પ, જુનીયર વકિલોને પ્રોત્સાહન આપવા સ્કીલ/લીગલ અવેરનેશ કાર્યક્રમ તથા નેશનલ લીગલ સેમીનારમાં ઉમદા કામગીરી કરી હતી

લાઈબ્રેરી સેક્રેટરી કેતન મંડ
સીનીયર ધારાશાસ્ત્રી આર.એમ. વારોતરીયા સાથે વકિલાતની શરૂૂઆત 2002થી કરી હતી, હાલ રેવન્યુ ક્ષેત્રે વકિલાત કરી રહેલ છે. રેવન્યુ બારમાં અને બાર એસોશીએશનમાં વિવિધ હોદ્દાઓ ઉપર સેવાઓ આપેલ છે. વોઇસ ઓફ લોયર્સ ગ્રુપમાં જોઇન્ટ સેક્રેટરી તરીકેની ઉમદા કામગીરી કરી રહેલ છે. રાજકીય તથા સામાજિક સંસ્થાઓના વિવિધ હોદ્દાઓ ઉપર સેવાઓ આપેલ છે. મિલનસાર સ્વભાવના કારણે ખૂબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે. સીનયર તથા જુનીયર ભાઈઓ-બહેનોમાં લોકચાહના ધરાવતા હોવાથી લાયબ્રેરી સેક્રેટરી તરીકેના કાર્યકાળ દરમ્યાન ખેલ મહાકુંભ, નવરાત્રી-પ્રવાસ, મેડિકલ કેમ્પ, જુનીયર વકિલોને પ્રોત્સાહન આપવા સ્કીલ/લીગલ અવેરનેશ કાર્યક્રમ તથા નેશનલ લીગલ સેમીનારમાં ઉમદા કામગીરી કરી છે.

કારોબારી સભ્ય સંજય ડાંગર
સીનીયર ધારાશાસ્ત્રી અશોકભાઈ ઠક્કર સાથે વકીલાતના વ્યવસાયની શરૂૂઆત વર્ષ 2013માં કરી છે. ફોજદારી ક્ષેત્રમાં વકિલાતનો બહોળો અનુભવ ધરાવે છે. આહિર લીગલ સેલ જીલ્લા ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યાં છે. અનેક ચકચારી કેસોમાં વકીલ તરીકે સેવાઓ આપેલ. પોતાના મૃદુ અને મિલનસાર સ્વભાવના કારણે વકીલો લોકપ્રિયતા ધરાવે છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નોટરી પબ્લીક તરીકે પસંદગી પામેલ છે. વર્ષ 2025માં કારોબારી સભ્ય તરીકેના કાર્યકાળ દરમ્યાન ખેલ મહાકુંભ, નવરાત્રી-પ્રવાસ, મેડિકલ કેમ્પ, જુનીયર વકિલોને પ્રોત્સાહન આપવા સ્કીલ/લીગલ અવેરનેશ કાર્યક્રમ તથા નેશનલ લીગલ સેમીનારમાં ઉમદા કામગીરી કરી સૌરાષ્ટ્ર પ્રાંતને હાઇકોટની બેંચ મળવા પ્રપોઝલ ડ્રાફ્ટ કમીટીમાં સેવા આપેલ હતી.

કારોબારી સભ્ય સ્તવન મહેતા
સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ તથા જયદેવભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ વર્ષ 2009માં વકિલાતના વ્યવસાયનો પ્રારંભ કર્યો હતો. સીવીલ, ક્રિમીનલ, એમ.એ.સી.પી., ક્ધઝ્યુમર તથા કોર્પોરેટ પ્રેકટીસ કરી વકિલાત કરી રહ્યા છે. એચ.ડી.એફ.સી. બેન્ક, બજાજ એલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કું., ગો-ડીઝીટ, અમૂલ ડેરી, ક્રાઇસ્ટ હોસ્પીટલ વિગેરે કંપનીઓ સાથે જોડાયેલ છે. એમ.એસ.સી.પી. બારમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે સેવા આપી ચૂક્યા છે. લોયર્સ ફાઉન્ડેશન (એલ.એસ.એફ.)માં જોઈન્ટ સેક્રેટરી વોઇસ ઓફ લોયર્સમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યાં છે.

કારોબારી સભ્ય ભાર્ગવ પંડ્યા
વર્ષ 2008માં વકિલાતના વ્યવસાયની શરૂૂઆત કરેલ. છેલ્લા 17વર્ષથી તેઓ રેવન્યુ ક્ષેત્રે તથા ક્રિમીનલ ક્ષેત્રમાં વકિલાત કરે છે. છેલ્લા 13 વર્ષથી ધારાશાસ્ત્રી અલ્પેશભાઈ વી. પોકીયા સાથે ક્રિમીનલ ક્ષેત્રે પ્રેકટીસ કરે છે. ફોજદારી, નેગોશીયેબલ, મેટ્રીમોનીયલ, રેવન્યુ તથા સેશન્સ કેસોમાં પણ ટુંકા ગાળામાં સારી એવી નામના મેળવેલ છે. તાલુકા લીગલ સેવા સમિતિ- નાગરીક સહકારી બેન્ક લી., ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્ક લી., શ્રી હર્ષવર્ધન ક્રેડિટ કો.ઓ. સોસાયટી લી. તથા શ્રી બાણગંગા શરાફી સહકારી મંડળી લી.માં લીગલ એડવાઇઝર તરીકેની ફરજ બજાવે છે. બ્રહ્મ સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ છે.

કારોબારી સભ્ય વિજય રૈયાણી
વર્ષ 2011માં સનદ મેળવ્યા બાદ એમ. જે. પટેલ તથા જયેશ જી. બોઘરા (માર્કેટીંગ યાર્ડના ચેરમેન) , યોગેશ એ. ઉદાણી એડવોકેટ સાથે સને 2009-10થી વકીલાતનો વ્યવસાય શરૂૂ કરી વકિલાતની શરૂૂઆત કરેલ. અને તેઓએ રેવન્યુ, સીવીલ તથા ક્રિમીનલ ક્ષેત્રમાં નામના મેળવેલ. અગાઉ પણ રાજકોટ બાર એસોસીએશનમાં બે વર્ષ કારોબારી સભ્ય તરીકે સેવા આપેલ છે.જિલ્લા ભાજપ લીગલ સેલમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યાં છે. રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનમાં પણ સાત વર્ષથી કારોબારી સભ્ય તરીકે સેવા આપેલ છે. તાલુકા કાનુની સેવા સત્તા મંડળ તથા ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્ક લી.માં પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહ્યાં છે. તેમજ પટેલ સમાજની વિવિધ સંસ્થાઓમાં જોડાઈને સામાજિક પ્રવૃત્તિઓ માટે સમાજમાં આગવી નામના ધરાવે છે.

કારોબારી સભ્ય અશ્વિન રામાણી
રાજકોટના સીનીયર ધારા શાસ્ત્રી ધર્મેશ યુ. વકિલ માર્ગદર્શન હેઠળ વકિલાત કરી રહેલ છે.. છેલ્લા 22 વર્ષથી રાજકોટ શહેરમાં રેવન્યુ તથા સીવીલ ક્ષેત્રમાં છે. રાજકિય અને સામાજીક ક્ષેત્રમાં વિવિધ હોદ્દાઓ ઉપર કાર્યરત છે. રેવન્યુ ક્ષેત્રના વકીલો સાથે પારિવારીક સંબંધો ધરાવે છે. ખૂબ જ મિત્રવર્તુળ ધરાવે છે. સીનીયર તથા જુનીયર ભાઈઓ-બહેનોમાં લોકચાહના ધરાવતા હોવાથી વર્ષ 2025માં કારોબારી સભ્ય તરીકેના કાર્યકાળ દરમ્યાન ખેલ મહાકુંભ, નવરાત્રી-પ્રવાસ, મેડિકલ કેમ્પ, જુનીયર વકિલોને પ્રોત્સાહન આપવા સ્કીલ/લીગલ અવેરનેશ કાર્યક્રમ તથા નેશનલ લીગલ સેમીનારમાં ઉમદા કામગીરી કરી છે.

કારોબારી સભ્ય હસમુખ સાગઠિયા
છેલ્લા 25 વર્ષથી વકિલાતના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેઓ ફોજદારી ક્ષેત્રમાં વકિલાતની આગવી ઓળખ ધરાવે છે. દલીત સમાજમાં સામાજિક પ્રવૃત્તિઓ કરે છે. તેમના સમાજમાં સારી એવી નામના મેળવે છે. યુવા વયમાં સીનીયર તથા જુનીયર ભાઈઓ-બહેનોમાં તેમના શાંત અને સરળ સ્વભાવના કારણે તેઓ વકિલાતના ક્ષેત્રમાં સારી એવી લોકચાહના ધરાવે છે.

કારોબારી સભ્ય કલ્પેશ સાકરિયા
બી.એ., બી.એ.એલ.એલ.બી. તથા એલ.એલ.એમ. સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે.વર્ષ 2012થી વકીલાતના વ્યવસાયમાં જોડાયેલ છે. તેઓ ફોજદારી, રેવન્યુ તથા ક્લેઈમ કેસના ક્ષેત્રમાં વકીલોમાં આગવી ઓળખ ધરાવે છે. તેમના કોળી સમાજમાં પણ વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે. તેમના સમાજમાં સારી એવી નામના મેળવે છે. વકિલોની સમસ્યા સારી રીતે સમજીને કોર્ટ કેસમાં સમાધાન લાવવામાં કૂશળતા ધરાવે છે. મહિલા અનામત કારોબારી સભ્ય નિશા લુણાગરીયા

સીનીયર ધારાશાસ્ત્રી અજય ટી. ઠકરાર અને ધારાશાસ્ત્રી દેવાંગ પી. દવેના માર્ગદર્શન હેઠળ તેઓએ સને 2012થી વકિલાતની શરૂૂઆત કરી છે રેવન્યુ તથા સીવીલ પ્રેક્ટીસ , સહકારી ક્ષેત્રમાં વકિલાત કરેલ છે. કાયદાકીય કારકીર્દી દરમ્યાન પ્રતિષ્ઠીત બેન્કો અને સંસ્થાઓ નાગરીક સહકારી બેન્ક લી., ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્ક લી., મહેસાણા અર્બન કો.ઓપ. બેન્ક લી., મ્યુનિસિપલ કોર્પોરેશન, અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (રૂૂડા), ડી.એસ. ઇન્ટીગ્રેટેડ ફિન્સેટ પ્રા.લી., જી.એસ.ડી. ટ્રેડીંગ એન્ડ ફાઇનાન્સીયલ સર્વિસીસ પ્રા.લી. સાથે પેનલ એડવોકેટ તરીકે જોડાયેલ છે. એ.વી.પી.ટી.આઈ. અને ગવર્નમેન્ટ પોલીટેકનીક રાજકોટ ખાતેની વિદ્યાર્થીનીઓ માટે કાયદાકીય સલાહકાર તરીકે સેવાઓ આપી રહ્યાં છે. રેવન્યુ બાર એસોસીએશનના સભ્ય છે. તેમનો શાંત, નિર્મળ, નિડર સ્વભાવના કારણે યુવા વયમાં સીનીયર તથા જુનીયર ભાઈઓ

મહિલા અનામત કારોબારી સભ્ય મીનલ સોનપાલ (જોષી)
વર્ષ 1994થી વકિલાતના વ્યવસાયનો પ્રારંભ કર્યો છે. હાલ રેવન્યુ ક્ષેત્રે વકિલાત કરી રહ્યા છે. તેઓ રાજકીય તથા સામાજિક સંસ્થાઓના વિવિધ હોદ્દાઓ ઉપર સેવાઓ આપેલ છે. મિલનસાર સ્વભાવના કારણે ખૂબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે. તેમજ યુવા વયમાં સીનયર તથા જુનીયર ભાઈઓ-બહેનોમાં લોકચાહના ધરાવે છે.

મહિલા અનામત કારોબારી સભ્ય રક્ષાબેન ઉપાધ્યાય
સીનીયર ધારાશાસ્ત્રી જે.જે.ત્રીવેદી સાથે વર્ષ 1994થી વકિલાતના વ્યવસાયમાં કાર્યરત છે, મોટર એક્સિડન્ટ ક્લેઇમ અન્વયેની અકસ્માત વળતર અને મજુર કાયદા અંગેના બહોળી અનુભવ ધરાવે છે. બ્રહ્મસમાજની સેવાકિય પ્રવૃત્તીઓ સાથે જોડાઈ સમાજ અને મહિલાઓને કાયદાકીય મદદરૂૂ5 થઇ સારી નામના ધરાવે છે વર્ષ 2025માં મહિલા અનામત-કારોબારી સભ્ય તરીકેના કાર્યકાળ દરમ્યાન ખેલ મહાકુંભ, નવરાત્રી-પ્રવાસ, મેડિકલ કેમ્પ, જુનીયર વકિલોને પ્રોત્સાહન આપવા સ્કીલ/લીગલ અવેરનેશ કાર્યક્રમ તથા નેશનલ લીગલ સેમીનારમાં ઉમદા કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *