રેવન્યુ બાર એસોસિએશને કલેક્ટરથી માંડી મુખ્યમંત્રી સુધી અરજદારોને થતી હેરાનગતિ અંગે મુદ્દાવાઇઝ વેદના ઠાલવી બતાવ્યો અરીસો
રેવન્યુ, સ્ટેમ્પડ્યુટી, ડી.આઇ.એલ.આર. અને સિટી સરવે કચેરીમાં સૌથી વધુ બાબુશાહી, કચેરીઓ વચ્ચે ફેંકાફેંકીમાં ફંગોળાતા કામો
વકીલો-અરજદારોની ફોલોઅપ માટે કચેરીઓમાં હડીયાપટ્ટી છતાં સમસ્યાઓનો અંત આવતો નથી, રી-સરવેમાં અધિકારીઓની ઘરની ધોરાજી
મિલકતોના વ્યવહારમાં લોકોને પડતી મુશ્કલેઓ અંગે રાજોટ રેવન્યું બાર એસોસિએશને જિલ્લા કલેક્ટરથી માંડી મુખ્યમંત્રીને મુદાવાઇઝ લેખિત આવેદનપત્ર પાઠવી કાયદા અને નિયમોમાં સુધારા સુચવ્યા છે અને રાજકોટમાં ઉભી કરાયેલી ચોક્કસ ‘પ્રથા’ દૂર કરવા માંગણી કરી છે.
રેવન્યુ બાર એસો.એ રજૂ કરેલા મુદ્દાઓ પરથી તો એવુ સાબિત થાય છે કે, ‘ગુડ ગવર્નન્સ’ હજૂ પણ કાગળ ઉપર જ છે અને સરકારી તંત્ર આદિકાળના નિયમોને પકડીને લોકો હેરાન કેમ થાય તેવી પદ્ધતિથી કામ કરે છે. સરકારી કચેરીઓમાં એક બીજા ઉપર ખો દેવાની રમત હજૂ પણ ચાલી રહી છે.
રેવન્યુ બાર એસો.એ આપેલા આવેદનપત્રમાં સ્ટેમ્પડ્યુટીને લગતા પ્રશ્ર્નો અંગે જણાવેલ છે કે, હાલના નવા ગુજરાત સ્ટેમ્પ એક્ટ (એમેન્ડમેન્ટ) 2025માં આર્ટીકલ 30 (શ)માં રહેણાંક મિલકતના ભાડા કરારમાં રૂૂ.500/- અને તેના ઉપર 40 % સરચાર્જ સાથે રૂૂપિયા કુલ રૂૂ.700/- નો સ્ટેમ્પ 11 માસના ભાડા કરારમાં ઉપયોગ લેવાની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય રીતે મકાન ભાડે રાખનાર મોટાભાગે જેને રહેણાંક મકાન પોતાનું ન હોય તેવા ગરીબ અને મજૂર લોકો હોય છે એટલે રૂૂ.300/- ના સ્ટેમ્પ થી સીધા જ રૂૂ.700/- નો વધારો ગરીબ લોકો ઉપર કરવામાં આવેલ છે તે અત્યારના મોંઘવારીના સમયમાં ખૂબ જ વધારે છે અને તે સામાન્ય માણસને સ્પર્શતો પ્રશ્ન છે.
હાલમાં સમગ્ર ગુજરાતમાંથી માત્ર રાજકોટ શહેરમાં જ્યારે ફાઈલ બીનખેતી અને ઓફલાઈન હેતુફેરમાં આવે છે ત્યારે ઉતરોતર ચકાસણીમાં કુલ મુખત્યારનામાથી થયેલ દસ્તાવેજમાં સ્ટેમ્પ ડ્યુટી ભરાવવામાં આવે છે અને તેના ઉપર મોટા પાયે પેનલ્ટી લેવામાં આવે છે વાસ્તવમાં સમગ્ર ગુજરાતમાં કુલ મુખત્યારનામાના આધારે દસ્તાવેજ સબ રજિસ્ટ્રારે નોંધી આપેલ છે અને તેના આધારે સીટી સર્વે અને ગ્રામ પંચાયતે નોંધ કરી આપેલ છે, અને ત્યારબાદ જ્યારે કોઈ પ્લોટના હેતુફેર માટે કલેક્ટરમાં અરજી કરવામાં આવે ત્યારે આવા પ્રકરણમાં ઉતરોતર કુલમુખત્યારનામાંઓમા સ્ટેમ્પ યુટી તથા અસહ્ય પેનલ્ટી લેવામાં આવે છે એટલે કે પ્રજાને રીતસરની રંજાડવામાં આવે છે જેથી જૂના આવા કુલ મુખત્યારનામા આધારે થયેલ દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટીની સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂૂરી છે. ઘણા કેસોમાં પિતા દ્વારા પુત્રને તથા પત્ની દ્વારા પતિને વૃધ્ધાવસ્થા કે બહારગામ જવાના કારણોસર કુલમુખત્યારનામું કરી આપેલ છે અને અવેજ પણ મૂળ માલિકના ખાતામાં જ જમા થયેલ છે છતાં આ અંગે સ્ટેમ્પ ડયુટી અને ત્રણ ગણો દંડ વસૂલવામાં આવે છે, જે કુદરતના ન્યાયના સિદ્ધાંત મુજબ યોગ્ય નથી. હાલના સમયમાં બ્લડ રિલેશનમાં થતા કુલમુખત્યારનામાંઓના કેસમાં માત્ર રૂા.300/- સ્ટેમ્પ ડયુટી લેવામાં આવે છે જ્યારે જુના કેસમાં દસ્તાવેજ જેટલી સ્ટેમ્પ ડયુટી તથા ત્રણ ગણો દંડ લેવામાં આવતો હોય,અને તે પણ હાલમાં માત્ર રાજકોટમાં જ લેવામાં આવે છે તો તે બાબતે યોગ્ય સૂચના આપવા અને યોગ્ય સ્પષ્ટતા કરવા જણાવાયુ છે.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને જૂની નોંધમાં ખૂટતી સ્ટેમ્પ ડયુટી માટે અરજી કરવામાં આવેલ હોય છે. જે કચેરીની કામગીરીમાં ફક્ત જંત્રીના ભાવ ધ્યાને લઈ તે મુજબ વેલ્યુએશન કરીને ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી જ વસૂલવાની હોય છે આમ આવી સામાન્ય કામગીરીમાં પણ બે થી ત્રણ મહિનાનો સમય પસાર થાય છે.
જી.આઇ.ડી.સી. એલોટમેન્ટ, બિનનોંધાયેલ ડિડ ઓફ અસાઇમેન્ટ, સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટ ઉપર સ્ટેમ્પ ડયુટી વસૂલવામાં આવે છે તેવા કિસ્સામાં પણ બે થી ત્રણ મહિનાનો સમય પસાર કરે છે. જેના કારણે જીઆઇડીસીની કચેરીમાંથી આપવામાં આવેલ પ્રોવિઝનલ ટ્રાન્સફર ઓર્ડર જેની સમય મર્યાદા એક મહિનામાં ડીડ ઓફ અસાઇમેન્ટ રજીસ્ટર કરીને જીઆઇડીસી માં સોંપવામાં આવે તે શરતે પ્રોવિઝનલ ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવે છે પરંતુ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર ને આ અંગેની જાણ હોવા છતાં સમય મર્યાદામાં નિકાલ કરતા નથી.
બેંકો દ્વારા જાહેર હરાજી થી ખરીદ કરેલ મિલકત માં અન રજીસ્ટર મોર્ગેજ ની ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે પણ ઘણો સમય પસાર થાય છે જેથી બેંકની શરત પ્રમાણે નિશ્ચિત સમય મર્યાદામાં બેંક દસ્તાવેજ ખરીદનારને વેચાણ કરી શકતી નથી.
અરજદારો તથા વકીલો પોતાની અરજીનું ફોલો-અપ લેવા જાય ત્યારે ફાઈલો પણ સ્ટાફને મળતી નથી. અને અરજીનો નિકાલ પણ ક્રમશ: થતો નથી.અમુક સિલેક્ટેડ વ્યક્તિઓના જ કામનો નિકાલ થાય છે. સરકારી રેકોર્ડ પણ મેન્ટેન રાખવામાં આવતું નથી. આવી અનેક સમસ્યાઓ આ કચેરીમાં ઉદભવે છે.
ડી.આઈ.એલ.આર. તેમજ નાયબ નિયામકની કચેરીમાં રી-સર્વે માપણીમાં મોટાભાગની ખેતીની જમીનોમાં કચેરી દ્વારા ખુબ જ મોટી ક્ષતિઓ રાખી દીધેલ છે જેમ કે કબજાફેર, ક્ષેત્રફળ વધ-ઘટ, આકૃતિમાં ભુલ વિગેરે જેવી ભુલો સુધારવાની કાર્યવાહીમાં પણ ખુબ વિલંબ કરે છે અને આવી ભુલો સુધારવા માટે ખુબ જ વિલંબ કરવામાં આવે છે. અને આવી ભુલો સુધારવા અરજદારો દ્વારા કરવામાં આવેલ સુધારા અરજીઓનો મનઘડત નિર્ણય લઈને સક્ષમ ઓથોરીટીમાં અપીલ રાહે દાદ મેળવવા જણાવી દેવામાં આવે છે અને પરીણામે સાહેબનુ પણ કામનુ ભારણ વધારે છે.
વધુમાં આવા રી-સર્વે થયેલા ગામોના બીનખેતીના કેસમાં જો કલેકટર દ્વારા રી-સર્વે સંબંધે જો ક્ષતિ જણાય તો ડી.આઈ.એલ.આર.નો અભિપ્રાય માંગે છે તો આવા કિસ્સામાં રી-સર્વે કામગીરી આ જ કચેરીએ કરેલ હોવા છતાં આવી રી-સર્વેની ક્ષતિઓ સુધારવાને બદલે આ કચેરી નેગેટીવ અભિપ્રાય આપતા અચકાતી નથી અને દફતરે કરવામાં આવે છે અને બીનખેતી અરજીમાં ભરેલ નાણાં વેડફાઈ છે, જેથી આ બાબતે ઘટતુ કરવું જરૂૂરી છે.
અમુક રાજકોટ તાલુકાના ગામોમાં ગોડલ સીટી સર્વે કચેરી લાગુ કરવામાં આવેલ હોય, જેથી તે ગામોના પ્રોપર્ટીકાર્ડ મેળવવા માટે અરજદારોને ગોડલ સીટી સર્વે ઓફીસમાં જવુ પડે છે અને અમુક લોધીકા તાલુકાના ગામોના પ્રોપર્ટીકાર્ડની અરજી રાજકોટ સીટી સર્વે કચેરીમાં કરવાની રહે છે જેથી તાલુકા પ્રમાણે સીટી સર્વેના કેસોની ફાળવણી કરવા અરજ છે. કોમર્શિયલ હેતુ માટેના બિલ્ડીંગના યુનિટોના દસ્તાવેજ થઈ ગયા બાદ સીટી સર્વે કચેરીમાં પ્રોપર્ટીકાર્ડ અર્થે અરજી કરવામાં આવે તો સીટી સર્વે કચેરી દ્વારા હેતુફેરના હુકમ તેમજ સબ પ્લોટીંગ પ્લાન જેવા બીનજરૂૂરી કાગળો માંગવામાં આવે છે અને આવા કાગળો ન આપવામાં આવે તો પ્રોપર્ટીકાર્ડની અરજીજી સ્વીકારવામાં આવતી નથી.
સિટી સર્વે સંબંધિત પ્રશ્નો અંગે રજૂઆતમાં જણાવાયુ છે કે, હાલમાં રાજકોટ જિલ્લામાં રહેણાંક હેતુ માટે થયેલ જુના બિન ખેતીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહેણાંક કમ કોમર્શિયલ બિલ્ડીંગ પ્લાન મંજુર કરેલ છે, આવા પ્લાનના આધારે બનેલ બિલ્ડીંગની નોંધ સીટી સર્વે દ્વારા એવા કારણોસર પાડવામાં આવતી નથી કે જે દુકાનો બનેલ હોય તેને હેતુફેર કરવાનું આગ્રહ રાખવામાં આવે અને વાસ્તવમાં રાજકોટ કલેકટર કચેરીમાં 9 મહિનાથી વધારે સમય હેતુફેરમાં લેવામાં આવે છે અને તેમાં સ્ટેમ્પ ડયુટી/કુલમુખત્યારનામાંઓમા સ્ટેમ્પ ડ્યુટી વિગેરે વસૂલવામાં આવે છે.
રાજકોટ જીલ્લાની તમામ સીટી સર્વે કચેરી, મામલતદાર કચેરી મભીચલ કીચ વગેરે કચેરીઓમાં સીસી ટીવી કેમેરા ફીટ કરવા જરૂૂરી છે. સીટી સર્વે વિસ્તારના તલાટીએ પોતાના કબ્જાનુ રેવન્યુ રેકર્ડસ જે-તે સીટી સર્વે ઓફિસને સોપી દેવાનુ રહેતુ હોવા છતાં પણ અમુક તલાટી દ્વારા રેવન્યુ રેકર્ડસ સીટી સર્વે કચેરીને સોપવામા આવેલ નથી. માત્ર એટલુ જ નહિ પરંતુ અમુક તલાટી દ્વારા તેમને અધિકાર નહિ હોવા છતા પણ મહેસુલની રકમ ઉઘરાવવામા આવે છે અનેકિરાયો નામ ટ્રાન્સફર્રના નામે ફોર્મ નં.2 ઈસ્યુ કરવાની કામગીરી કરવામાં આવે છે ખરી હકિકતે તલાટીને સીટી સર્વે વિસ્તારમા તેવી કામગીરી કરવાનો કોઈ અધિકાર નથી.
પેલેસરોડની 1 લાખ ચો.મીટર જમીનનું 2072 પેઇજનું પ્રોપર્ટીકાર્ડ
સીટી સર્વે સુપ્રિ.નં.2ની કચેરીના વોર્ડ નં.3ના સીટી સર્વે નં. 2072 વાળા પ્રોપટી કાર્ડમાં રણત વિલાસ પેલેસની પેલેસ રોડ ઉપરની કુલ જમીન ચો.મી.1,03,476-10 વાળી આશરે 3થી 4 હજાર જેટલી મિલકતની નોધ એક જ પ્રોપટી કાર્ડમાં કરવામા આવે છે અને આ સીટી સર્વે નં. 2072 વાળુ પ્રોપટી કાર્ડ કુલ 340 પેઇઝનુ છે અને જેની ખરી નકલ મેળવવા માટે રૂૂા 1700/-નો ખર્ચ થાય છે. ખરી હકીકતે સરકાર દ્વારા અલગ-અલગ મિલકતનુ અલગ-અલગ પ્રોપટીકાર્ડ તૈયાર કરવુ જોઈએ અને જો તેમ કરવામા આવે તો સીટી સર્વે નં. 2072મા પ્રમાણિત કરવામા આવેલ મિલકતની નોંધ માટે 1 અલગ જ સીટી સર્વે વોર્ડ ઉભો કરવો પડે તેમ છે.
રાજકોટમાં માર્ગદર્શન લેવાના બહાને કામો લટકાવી રાખવાની અકુદરતી ‘પ્રથા’
રજૂઆતમાં જણાવાયુ છે કે, છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં એક “પ્રથા” અમુક ચોક્કસ લોકો દ્વારા ઊભી કરાયેલ છે. ઘણી અરજીઓમાં ઉચ્ચકક્ષાએથી માર્ગદર્શન લેવાના બહાના તળે એક વર્ષથી વધારે સમય કાઢી નાખે છે અને નિર્ણયો કરવાના બદલે માત્ર ડીપ્લોમેટિક જવાબો કરીને લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. એટલે ઉચ્ચકક્ષાએ માર્ગદર્શન લેવાની કોઈ ચોક્કસ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવે તો ત્વરિત નિર્ણય લઈ શકાય. ગુજરાત રાજ્યમાં રેવન્યુ કાયદાનો અમલ સમગ્ર રાજ્યને લાગુ પડતો હોવા છતાં દરેક જિલ્લામાં અલગ અલગ અધિકારીની મનસૂફી મુજબ કાર્ય-નિર્ણય કરવામાં આવે છે. દરેક જિલ્લા કલેકટર અને તેની નીચે આવેલ મામલતદાર કચેરીમાં એક ચોક્કસ પદ્ધતિથી કામ કરવામાં આવતું ન હોય તેના લીધે લોકોને ખૂબ જ હેરાન પરેશાન થવું પડતું હોય, સમગ્ર ગુજરાતમાં રેવન્યુ રિલેટેડ કાર્યમાં સમાન જઘઙ અને સમાન સિસ્ટમ દાખલ કરવી જરૂરી છે.
બિનખેતી, લેઆઉટ પ્લાન, ટી.પી. અને તલાટીથી ટીડીઓ સુધી રમત
કલેકટર પાસે રેવન્યુને લગતી અપીલોના ઓર્ડર ઉપર ઘણો સમયથી પેન્ડિંગ હોય તો તેનો સમય સરનિકાલ કરવા તેમજ કલેકટર પાસે ઓફલાઈન બિનખેતીની હેતુફેર માટે ની અરજી ઓ ઘણો સમય થી પેન્ડિંગ છે તો તેનો સમયસર નિકાલ કરવા તેમજ બિનખેતીનો લે આઉટ પ્લાન મંજૂર કરવામાં નગર નિયોજન કચેરીમાં પ્રવેશ બાબતનો ચતુર દિશાનો દાખલો તલાટી પાસેથી ફરજિયાત મંગાવવામાં આવે છે જ્યારે તલાટીઓને મામલતદાર તથા ટીડીએ સરકારી ખરાબામાંથી પ્રવેશ અંગેનો કોઈપણ પ્રકારનો દાખલો ન આપવો તેવી સૂચના આપેલી છે તો આ બાબતે યોગ્ય કરવા માંગણી કરાઇ છે.
