ચોમાસાની સિઝનમાં ગંભીર બિમારીઓથી લોકોને રક્ષણ આપવા મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા વન ડે વન વોર્ડ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્રણ દિવસમાં વોર્ડ નંબર 1,2 અને 4માં 61630 ઘરની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ગંદકી કરતા 476 આસામીને નોટીસ ફટકારાય હતી. 274 લોકોના લોહીના નમુના લેવાયા, 2726 ઘરમાં પોરા મળ્યા હતા અને 1703 ઘરમાં ફોગીંગ કરાયું હતું. વોર્ડ નં.1 માં 21,683 ઘરની મુલાકાત લઇ 101224 પાત્રો ચકાસવામાં આવેલ છે.
જેમાંથી 1,003 ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવેલ છે. તથા 689 ઘરમાં ઇન્ડોર ફોગીંગની કામગીરી કરવામાં આવેલ છે. 149 બિનરહેણાંક એકમોની તપાસ કરવામાં આવેલ છે તથા મચ્છર ઉત્પતિ સબબ 126 આસામીઓને નોટીસ આ5વામાં આવેલ છે. 26 વ્યકિતઓના લોહીના નમુના લેવામાં આવેલ છે. વોર્ડ નં. 2 માં 18139 ઘરની મુલાકાત લઇ 75196 પાત્રો ચકાસવામાં આવેલ છે. જેમાંથી 791 ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવેલ છે. તથા 405 ઘરમાં ઇન્ડોર ફોગીંગની કામગીરી કરવામાં આવેલ છે. 270 બિનરહેણાંક એકમોની તપાસ કરવામાં આવેલ છે તથા મચ્છર ઉત્પતિ સબબ 201 આસામીઓને નોટીસ આ5વામાં આવેલ છે. 132 વ્યકિતઓના લોહીના નમુના લેવામાં આવેલ છે.
વોર્ડ નં. 4 માં 21808 ઘરની મુલાકાત લઇ 102607 પાત્રો ચકાસવામાં આવેલ છે. જેમાંથી 932 ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવેલ છે. તથા 609 ઘરમાં ઇન્ડોર ફોગીંગની કામગીરી કરવામાં આવેલ છે. 223 બિનરહેણાંક એકમોની તપાસ કરવામાં આવેલ છે તથા મચ્છર ઉત્પતિ સબબ 149 આસામીઓને નોટીસ આ5વામાં આવેલ છે. 116 વ્યકિતઓના લોહીના નમુના લેવામાં આવેલ છે.
