ગોંડલના સોની વેપારી પિતા-પુત્રની ગ્રાહકો સાથે 13 લાખની છેતરપિંડી

ત્રણ ગ્રાહકોના દાગીના અને રોકડ પડાવી લેનાર બન્ને સામે ગુનો નોંધાયો ગોંડલના મોટી બજારમાં આવેલ ભગવતી જવેલર્સના માલીક પિતા-પુત્ર સામે રૂા.13 લાખની છેતરપીેડીની પોલીસ ફરીયાદ…

ત્રણ ગ્રાહકોના દાગીના અને રોકડ પડાવી લેનાર બન્ને સામે ગુનો નોંધાયો

ગોંડલના મોટી બજારમાં આવેલ ભગવતી જવેલર્સના માલીક પિતા-પુત્ર સામે રૂા.13 લાખની છેતરપીેડીની પોલીસ ફરીયાદ નોંધાયેલ છે. ત્રણ ગ્રાહકો પાસેથી રોકડ અને દાગીના લઇ સોનુ પરત નહીં આપી છેતપીંડી કર્યા અંગે ગુનો નોંધાયો છે.

મળતી વિગતો મુજબ ગોંડલના કડવાણીનગર રામજી મંદિર પાસે રહેતા અને કડીયાકામ કરતા જીતેશ જેન્તી પરમારે નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે ગોંડલના મોટી બજારમાં આવેલ ભગવતી જવેલર્સના માલિક વિજય મનુભાઇ રાણપરા અને તેના પુત્ર આનંદ રાણપરાનું નામ આપ્યું છે.

ફરીયાદમાં જણાવાયા મુજબ સોની વેપારી વિજય રાણપરા અને તેના પુત્ર આનંદ રાણપરાએ જીતેશભાઇ પાસેથી સોનાના દાગીના પૈકી સોનાની હાંસડી, સોનાના બે જોડી મંગલસુત્ર મળી કુલ સાત તોલા અને પાંચ ગ્રામ વજનના સોનાના દાગીના મળી કુલ રૂા.13 લાખ રોકડ લઇ અને જીતેશભાઇને સોનાના દાગીના બનાવી આપવાને બદલે રોકડ અને દાગીના લઇ ફરાર થઇ ગયા હતા. આ મામલે જીતેશભાઇએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જીતેશભાઇ ઉપરાંત અન્ય બે લોકો પાસેથી પણ આ સોની વેપારીએ દાગીના બનાવવા માટે રોકડ લઇ અને સોનું નહીં આપતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. છેતરપીંડી કરનાર પિતા પુત્રની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *