ગોંડલ યાર્ડ મબલખ ડુંગળીથી છલકાયું: 1400 વાહનની લાંબી કતાર

સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતોનું તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થવા પામી હતી. યાર્ડ બહાર બન્ને બાજુ 1400થી વધુ વાહનોની 4 થી…


સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતોનું તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થવા પામી હતી. યાર્ડ બહાર બન્ને બાજુ 1400થી વધુ વાહનોની 4 થી 5 કી.મી. લાંબી લાઈનો લાગી જવા પામી હતી. ગત રાત્રીના ડુંગળીની આવક શરૂૂ કરવામાં આવી હતી.


આજરોજ યાર્ડમાં અંદાજે 1 લાખ કરતા વધુ કટ્ટાની આવક થવા પામી હતી. હરાજીમાં 20 કિલોના ભાવ રૂૂ. 150 થી રૂૂ.900 સુધીનો ભાવ બોલાયો હતો.ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર સહિત દેશભર માંથી મોટી મોટી કંપનીઓના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.

જેને લઈને આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થવા પામી હતી અને યાર્ડના સત્તાધીશો દ્વારા અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે.ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીઓની આવક થી ઉભરાતું હોય છે ત્યારે આજરોજ સૌરાષ્ટ્રભર માંથી જેવા કે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ જિલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે અહીં આવી પોહચે છે તેનું એક માત્ર કારણ એ છે કે સૌરાષ્ટ્રભરના ખેડૂતો પોતાની જણસી વેચવા એકમાત્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *