મોરબીના ભરતનગરની પાણીની ખાણમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

દારૂ સહિત રૂા.5.16 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપીની શોધખોળ મોરબીના ભરતનગર ગામથી ખોખરા હનુમાનજી તરફ જતા રોડ પર ખાઈમાંથી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો 5.16…

દારૂ સહિત રૂા.5.16 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપીની શોધખોળ

મોરબીના ભરતનગર ગામથી ખોખરા હનુમાનજી તરફ જતા રોડ પર ખાઈમાંથી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો 5.16 લાખની કિમતનો જથ્થો ઝડપી લઈને આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભરતનગર ગામથી ખોખરા હનુમાન મંદિર તરફ જતા રોડ પર રાધે પીવીસી ઇન્ડસ્ટ્રીઝથી થોડે અગલ રોડની બાજુમાં પાણીની ખાઈમાં અજાણ્યો ઇસમ ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી રોડની સાઈડમાં ખાઈમાં તલાશી લેતા ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી બ્લેન્ડર વ્હીસ્કી બોટલ નંગ 96 કીમત રૂૂ 1,72,800, બ્લેન્ડર વ્હીસ્કી બોટલ નંગ 36 કીમત રૂૂ 72,000, 8 પીએમ વ્હીસ્કી બોટલ નંગ 71 કીમત રૂૂ 78,100 વિન્ટેજ બ્લુ વ્હીસ્કી નંગ 57 કીમત રૂૂ 28,500 ગ્રીન લેબલ વ્હીસ્કી બોટલ નંગ 132 કીમત રૂૂ 1,45,200 અને રોયલ ચેલેન્જર વ્હીસ્કી ચપલા નંગ 95 કીમત રૂૂ 9500 સહીત કુલ બોટલ નંગ 487 કીમત રૂૂ 5,06,100 અને બીયર ટીન નંગ 46 કીમત રૂૂ 10,120 અને મોબાઈલ કીમત રૂૂ 500 સહીત કુલ રૂૂ 5,16,720 નો મુદામાલ જપ્ત કર્યો છે ઈંગ્લીશ દારૂૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *