કેશોદની મહિલાના ગળામાંથી 1.77 લાખના સોનાના ચેનની ચીલ ઝડપ

  કેશોદ પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેકિંગની ધટના બનતાં પોલીસે સીસીટીવી ફુટેજ આધારે હેલ્મેટધારી 2 અજાણ્યાં શખ્સો વિરૂૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી વિગત…

 

કેશોદ પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેકિંગની ધટના બનતાં પોલીસે સીસીટીવી ફુટેજ આધારે હેલ્મેટધારી 2 અજાણ્યાં શખ્સો વિરૂૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી વિગત મુજબ કેશોદના અમૃતનગર મેઈન રોડ પર આવેલ જોલી પાર્કમાં રહેતા 44 વર્ષીય સાજણબેન અરજણભાઈ ગરચર મંગળવારે સવારના પોતાના ઘરેથી અમૃતનગર મેઈન રોડ પર ડેરીએથી દુધ લઈ પરત ફરી રહ્યાં. હતાં.

ત્યારે જોલી પાર્કના વળાંક પર પહોંચતા રસ્તામાં બાઈક પર ડબલ સવારીમાં નીકળેલ હેલ્મેટધારી બે અજાણ્યા શખ્સોએ મહિલા નજીક આવી મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી હતી. મહિલાએ રાડા રાડી કરતાં ચેઈન સ્નેકર રફુચક્કર થયા હતા તે સમયે બાઈક પાછળ શ્વાન દોડતાં જોવા મળ્યાં હતાં. મહિલાએ પોલીસમાં આપેલ ફરિયાદમાં ચીલઝડપ થયેલ સોનાનો ચેઈન 31 ગ્રામ જેની અંદાજીત કિંમત 1 લાખ 77 હજારની કિંમતનો હોવાનું જણાવ્યુ હતુ આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફુટેજમાં જોવા મળેલ હેલ્મેટધારી બે અજાણ્યા શખ્સો વિરૂૂધ્ધ ગુનો નોંધી બંનેને ઝડપી પાડવા નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *