એક હાથે આપો અને બીજા હાથે લો અમારા જહાજ આપો, તમારા જવા દઇએ

ઈરાને ભારત સાથેની વાતચીતમાં ભારત દ્વારા જપ્ત કરાયેલા ત્રણ ટેન્કરોને મુક્ત કરવાની માંગ કરી છે, જેના બદલામાં ભારતીય ધ્વજવાળા અથવા ભારત જતા જહાજોને હોર્મુઝની સ્ટ્રેટમાંથી…

ઈરાને ભારત સાથેની વાતચીતમાં ભારત દ્વારા જપ્ત કરાયેલા ત્રણ ટેન્કરોને મુક્ત કરવાની માંગ કરી છે, જેના બદલામાં ભારતીય ધ્વજવાળા અથવા ભારત જતા જહાજોને હોર્મુઝની સ્ટ્રેટમાંથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપવામાં આવે.

રિપોર્ટમાં મુજબ ભારતે ફેબ્રુઆરીમાં ત્રણ ટેન્કર (એસ્ફાલ્ટ સ્ટાર, અલ જાફઝિયા અને સ્ટેલર રૂૂબી) જપ્ત કર્યા હતા, કારણ કે તેઓએ તેમની ઓળખ છુપાવી હતી અથવા બદલી હતી અને સમુદ્રમાં ગેરકાયદેસર જહાજ-થી-જહાજ તેલ ટ્રાન્સફરમાં સામેલ હતા. આમાંથી, સ્ટેલર રૂૂબી પર ઈરાની ધ્વજ હતો, જ્યારે અન્ય બે નિકારાગુઆન અને માલીનો ધ્વજ હોવાનું જાણવા મળે છે.

ઈરાની અધિકારીના જણાવ્યા મુજબ, ઈરાને ચોક્કસ દવાઓ અને તબીબી સાધનોની સપ્લાયની પણ વિનંતી કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં ઈરાનના રાજદૂતે સોમવારે ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરવા માટે મુલાકાત કરી હતી. જો કે, ભારત સરકારે આ બાબતે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

આ દરમિયાન, ભારતીય જહાજ “શિવાલિક”, જે આશરે 40,000 મેટ્રિક ટન કઙૠ લઈને આવ્યું હતું, સોમવારે સાંજે ગુજરાતના મુન્દ્રા બંદરે સુરક્ષિત રીતે પહોંચ્યું. હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયા પછી જહાજ બંદરે પહોંચ્યું. પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ અંગે નવી દિલ્હીમાં આંતર-મંત્રીસ્તરીય બ્રીફિંગમાં, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહાએ જણાવ્યું હતું કે શિવાલિક માંથી કાર્ગો ઉતારવામાં કોઈ વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે બંદર પર પ્રાથમિકતા બર્થિંગ અને દસ્તાવેજીકરણ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

સંયુક્ત આરબ અમીરાતથી 81,000 ટન મુર્બન ક્રૂડ તેલ લઈને જતું ભારતીય ધ્વજવાળું જહાજ જગ લડકી પણ સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યું છે. શિપિંગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પર્સિયન ગલ્ફ ક્ષેત્રમાં બધા ભારતીય ખલાસીઓ સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં કોઈ ઘટના નોંધાઈ નથી. હાલમાં, પર્સિયન ગલ્ફમાં 22 ભારતીય ધ્વજવાળા જહાજો છે, જે કુલ 611 ખલાસીઓને લઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *