વાંકાનેરના જાલી જોતપરડા ગામે રહેતાં પ્રૌઢાના પુત્રના પ્રેમ પ્રકરણની શંકાએ યુવતીના પરિવાર દ્વારા પ્રૌઢા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરના જાલી જોતપરડામાં રહેતા જયોત્સનાબેન ભીખાભાઈ ચાવડા (ઉ.48) સાથે રોહિત, રાહુલ અને મનીષાબેન સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
પ્રાથમિક તપાસમાં જયોત્સનાબેનના પુત્રને હુમલાખોર શખ્સોની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ જયોત્સનાબેન સાથે ઝઘડો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
