સુરેન્દ્રનગરમાં પ્રેમિકાના પરિવારે પ્રેમી યુવકને રહેંસી નાખ્યો

પ્રેમાલાપ કરતા પ્રેમી યુગલને જોઇ જતા પરિવારે ખેલ્યો ખૂની ખેલ: તપાસનો ધમધમાટ સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમ સંબંધને લઈને ઘરના ત્રણ…

પ્રેમાલાપ કરતા પ્રેમી યુગલને જોઇ જતા પરિવારે ખેલ્યો ખૂની ખેલ: તપાસનો ધમધમાટ

સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમ સંબંધને લઈને ઘરના ત્રણ સભ્યોએ દિકરીના પ્રેમીની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વનાળા ગામે પ્રેમ સંબધમાં યુવકની હત્યા કરાઈ હોવાનો તપાસમાં ધડાકો થયો છે.આ પહેલા પણ પ્રેમ સંબંધને લઈને બોલાચાલી કરવામાં આવી હતી પરંતુ તે સમયે સમાધાન કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

ત્યારબાદ તાજેતરમાં પ્રેમી યુવક પ્રેમિકા યુવતીને મળવા ગયો હતો તે દરમ્યાન પ્રેમિકાનો ભાઈ તેમને જોઈ ગયો હતો. જેથી પ્રેમિકાના પિતા અને તેના 2 ભાઈઓએ સાથે મળી પ્રેમી હરેશ નામના યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યાને પગલે જીવણ સરવૈયા, પ્રકાશ સરવૈયા અને ચિરાગો ભેગા મળી હત્યા કરવા મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *