30 હજારના અડધા ચૂકવ્યા છતાં 80 હજારની ઉઘરાણી કરતા શખ્સના ત્રાસથી યુવતીએ વખ ઘોળ્યું

ભારતનગરમાં ગૃહકલેશમાં પિતા-પુત્રએ ઝેરી દવા પી લેતા તબિયત લથડી ગુજરાત મિરર, શહેરમા કુવાડવા રોડ પર આવેલા રોહીદાસપરામા રહેતી યુવતીએ સબંધી પાસેથી લીધેલા રૂ. 30 હજારના…

ભારતનગરમાં ગૃહકલેશમાં પિતા-પુત્રએ ઝેરી દવા પી લેતા તબિયત લથડી
ગુજરાત મિરર,

શહેરમા કુવાડવા રોડ પર આવેલા રોહીદાસપરામા રહેતી યુવતીએ સબંધી પાસેથી લીધેલા રૂ. 30 હજારના અડધા રૂપીયા ચુકવી દીધા હોવા છતા 80 હજારની પઠાણી ઉઘરાણી કરી સબંધી શખ્સ ત્રાસ આપતો હોવાના આક્ષેપ સાથે યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગતો મુજબ કુવાડવા રોડ પર આવેલા રોહીદાસપરામા રહેતી મયુરીબેન ધર્મેન્દ્રસિંહ પરમાર નામની 31 વર્ષની યુવતિ પોતાના ઘર નજીક હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવતિને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી.

પ્રાથમીક પુછપરછમા મયુરીબેન પરમારના પિતા હયાત નથી અને તેની નાની બહેનના લગ્ન થઇ ગયા છે. મયુરીબેન તેની માતા સાથે રહે છે. મયુરીબેને સબંધી પાસેથી રૂ. 30 હજાર લીધા હતા જેના અડધા રૂપીયા ચુકવી દીધા હોવા છતા સબંધી 80 હજારની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતો હોવાથી ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.

આ ઉપરાંત બીજા બનાવમા મોરબી રોડ પર આવેલા ભારતનગરમા રહેતા સતારભાઇ કાસમભાઇ ભાડુલા (ઉ.વ. 6પ) અને તેની પુત્રી રેહાનાબેન સતારભાઇ ભાડુલા (ઉ.વ. ર4) એ ગૃહકલેશથી કંટાળી સજોડે ઝેરી દવા પી લીધી હતી. પિતા-પુત્રીને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યા હતા ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *