કોઇ અજ્ઞાત વ્યક્તિ બુઝુર્ગને દાખલ કરી ગયેલ
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી દિવ્યાંગ બુઝુર્ગ બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા, જેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જયાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં 60 વર્ષની વયના એક દિવ્યાંગ બુઝુર્ગ ને કોઈ અજ્ઞાત વ્યક્તિ દાખલ કરી ગયા હતાં, અને તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.
અંદાજે 60 વર્ષની વયના અજ્ઞાત બુઝુર્ગ કે જેઓના એક પગમાં રસી થઈ જતાં કપાઈ ગયેલી અવસ્થામાં હતો, અને બીમારી સબબ તેમનું મૃત્યુ નીપૂજયું હતું. આ બનાવ અંગે સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસે જી.જી. હોસ્પિટલમાં દોડી જઇ અજ્ઞાત મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છેઝ જયારે તેની ઓળખ કરવા માટે મૃતદેહ ને જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂૂમમાં રાખવામાં આવ્યો છે.