ગોંડલ પંથકમાં પાકને થયેલા નુકસાનનું વળતર આપવા ગીતાબા જાડેજાની સરકારમાં રજૂઆત

અઠવાડીયા થી પડી રહેલા કમોસમી વરસાદ ને કારણે ખેડુતો નાં વાવેલા પાક ને પારાવાર નુકસાન થયુ હોય ખેડુતો ની હાલત કફોડી બનીછે.આવા સંજોગોમાં ખેડુતોને આર્થિક…

અઠવાડીયા થી પડી રહેલા કમોસમી વરસાદ ને કારણે ખેડુતો નાં વાવેલા પાક ને પારાવાર નુકસાન થયુ હોય ખેડુતો ની હાલત કફોડી બનીછે.આવા સંજોગોમાં ખેડુતોને આર્થિક સહાય આપવા ધારાસભ્ય ગીતાબા જાડેજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણી ને તાકીદની રજૂઆત કરીછે.

ગીતાબા જાડેજાએ રજુઆતમાં જણાવ્યું કે હાલ ભારે ફુંકાયેલા પવન અને કમોસમી વરસાદ ને કારણે ગોંડલ પંથક નાં ખેડુતો નાં ખેતરોમાં કાપણી કરેલા, ખેંચીને ખેતરમાં મુકેલા અને કાપણી માટે ઉભેલા તૈયાર પાક ને પારાવાર નુકસાન પંહોચ્યું છે.

અત્યારે ચોમાસુ પાકની કાપણી અને રવિ પાકની પુર્વ તૈયારીઓ નો સમય હોવાથી ખેતરોમાં કપાસ, મગફળી,મરચી,ડુંગળી અને કઠોળ જેવા અન્ય પાકો કાપણી કરેલા અને ઉભા પાકોને ખુબ મોટાપાયે નુકસાન થયુછે.અને ખેડુતો કફોડી પરિસ્થિતિ માં મુકાયા છે.આવા સંજોગોમાં વહેલી તકે સર્વે કરાવી ખેડુતોને આર્થિક સહાય મળે તે માટે અગ્રતા ક્રમે કામગીરી હાથ ધરી સત્વરે સહાય જાહેર કરવા રજુઆત માં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *