શાપર-વેરાવળમાં GSPCની લાઇનમાં ભંગાણ કરી ગેસ ચોરીનું કૌભાંડ

રાજકોટના કારખાનેદાર સહિત પાંચ સામે પોલીસમાં ગુનો નોધાયો, 1 વર્ષમાં ૠજઙઈની પાઇપ લાઇનમાંથી 45 લાખનો ગેસ ચોરી લીધો શાપર વેરાવળમાં કારખાનેદારે જીએસપીસીના પાઈપલાઈનમાં ભંગાણ કરી…

રાજકોટના કારખાનેદાર સહિત પાંચ સામે પોલીસમાં ગુનો નોધાયો, 1 વર્ષમાં ૠજઙઈની પાઇપ લાઇનમાંથી 45 લાખનો ગેસ ચોરી લીધો

શાપર વેરાવળમાં કારખાનેદારે જીએસપીસીના પાઈપલાઈનમાં ભંગાણ કરી છેલ્લા એક વર્ષમાં રૂૂ. 45 લાખના ગેસની ચોરી કર્યાના કૌભાંડનો ભાંડો ફૂટતા આ મામલે જીએસપીસીના રાજકોટના ડેપ્યુટી મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવતા રાજકોટ સોપાન હાઇટ્સમાં રહેતા શાપરના મસ્કત પોલીમર્સ રોડ પર આવેલ ઇથર કોર્પોરેશન નામના કારખાનાના માલિક સહીત પાંચ સામે ગુનો નોંધાયો છે.

મ્લ્તીવ વિગતો મુજબ રાજકોટના રૈયાધાર સોપાન હાઇટ્સ , બ્લોક નં. એચ-304માં રહેતા ગુજરાત ગેસ લીમીટેડ કંપનીમાં રાજકોટ ડેપ્યુટી મેનેજર (ટેકનીકલ) તરીકે ફરજ બજાવતા મુકેશભાઇ દુલાભાઇ બલદાણીયાએ નોંધાવેલી ફરિયાદમાં શાપર વેરાવળમાં ઇથર કોર્પોરેશનના સંચાલક કિશનભાઈ ધરમશીભાઈ ભાલોડીયા (રહે, મુળ મેડી તા. કાલાવાડ જી. જામનગર) તથા ઇથર કોર્પોરેશનના ભાગીદાર રાજકોટના નાનામવા રોડ ઉપર શ્રી હરી રઘુનાથ પાર્ક પર્ણકુટી સોસાયટી પાસે રહેતા જય દિનેશચંદ્ર સભાયા તથા દીનેશચંદ્ર દેવરાજભાઇ સભાયા તથા સેજલબેન મહેન્દ્રકુ માર ઝણકાર તથા ધરમશીભાઈ કાનજીભાઈ ભાલોડીયાના નામ આપ્યું છે.

ફરિયાદમાં મુકેશભાઈએ જણાવ્યું કે,તે ગુજરાત ગેસ લીમીટેડ કંપની વતી ફરિયાદ નોધાવી છે. કંપની દ્વારા રાજકોટ જીલ્લામાં ઔધ્યોગીક હેતુ માટે કુલ 566 એક્ટીવ ગ્રાહકોને ગેસ વપરાશ માટે ના જોડાણ આપેલ છે જે ગેસ વપરાશમાં કોઇ ગેરરીતી થાય છે કે કેમ ? તે ચેક કરવા માટે અમારી કંપનીની ટીમો અવારનવાર કારખાનાઓમાં સરપ્રાઈઝ ચેકીંગની કામગીરી કરતી હોય છે એ જ રીતે ગઇ તા. 21/11/2025 ના રોજ રાત્રી ના આશરે બારેક વાગ્યે મુકેશભાઈ તથા સાથે કોન્ટ્રાક્ટ પેટે કામ કરતા ટીમના સભ્યો સચિનભાઈ રાઠોડ તથા પ્રકાશભાઇ સોલંકી તથા દીલીપભાઈ પરમાર વેરાવળમાં મસ્કત પોલીમર્સ રોડ પર આવેલ ઇથર કોર્પોરેશન નામના કારખાનામાં કે જે કારખાનાને અમારી કંપની દ્વારા ગેસ વપરાશ માટેનું જોડાણ આપવામાં આવેલ હોય તે કારખાનામાં આવી તપાસ કરતા ત્યા જીએસપીસી કંપની દ્વારા આ ઇથર કોર્પોરેશનને સને 2016 માં ઔધ્યોગીક ગેસ વપરાશનું જોડાણ આપેલ હતુ.

પરંતુ આ કારખાનામાં કંપનીની મુખ્ય પાઈપલાઈનમાંથી ગેરકાયદેસર રીતે હોલ કરી પાઇપલાઇનમાં કંપનીની જાણ બહાર બીજુ નવું કનેક્શન લઇ ગેસ વાપરતા હોવાનું જણાઇ આવેલ જેથી આ બાબતેનું રોજકામ કરી બીજા દીવસે આ કંપની ખાતે જીએસપીસીની ટીમના સભ્યો અમિતભાઇ ગૌસ્વામી તથા જીગ્નેશભાઈ પારેખ તથા હર્ષેસભાઈ જોષી સાથે આવી કંપનીના સંચાલક કિશનભાઈ ધરમશીભાઇ ભાલો ડીયા (રહે, મુળ મેડી તા. કાલાવાડ જી. જામનગર વાળા) હાજર હોય જેઓને મળી ગેરકાયદેસર કનેક્શન બાબતે પુછતા પોતે ગેરકાયદેસર ગેસ કનેક્શન લીધેલનું સ્વીકારેલ હતું.

આ બાબતે તપાસ કરતા આ ઇથર કોર્પોરેશન દ્વારા છેલ્લા એક વર્ષમાં અંદાજે 59,000 યુનીટ ગેસ ગેરકાયદેસર કનેક્શન દ્વારા વપરાશ કરેલનું જણાઇ આવેલ જેની અંદાજીત કિંમત આશરે 45 લાખ ગણી શકાય.જે બાબતે ઇથર કોર્પોરેશનના સંચાલક કિશનભાઈ ધરમશીભાઈ ભાલોડીયા તેમજ તેના ભાગીદાર જય દિનેશચંદ્ર સભાયા તથા દીનેશચંદ્ર દેવરાજભાઇ સભાયા તથા સેજલબેન મહેન્દ્રકુ માર ઝણકાર તથા ધરમશીભાઈ કાનજીભાઈ ભાલોડીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *