જેતપુરના સરધારપુરમાં ગેસની નળી છટકતાં ભડકો, બે પિતરાઈ ભાઈ દાઝ્યા: એકનું મોત

  રાજકોટ શહેરના જેતપુરના સરધારપુર ગામેગેસની નળી છટકતા ભડકો થયો હતો અને આગમાં બે પિતરાઈભાઈ દાઝી ગયા હતા આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા એકનું…

 

રાજકોટ શહેરના જેતપુરના સરધારપુર ગામેગેસની નળી છટકતા ભડકો થયો હતો અને આગમાં બે પિતરાઈભાઈ દાઝી ગયા હતા આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા એકનું રાજકોટની હોસ્પિટલમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

બનાવની વધુ વિગતો અનુસાર, જેતપુરના સરધારપુર ગામે રહેતા પ્રવિણભાઈ વ્રજલાલભાઈ રામળિયા (પટેલ) (ઉ.વ.50) ગઈ તા. 17ના સવારે તેના કાકાના દિકરા મહેશભાઈને કારખાને જવા માટે તેડવા ગયો ત્યારે ત્યાં ગેસની નળી છટકતા આગ લાગી હતી અને ત્યાં તે બન્ને શરીરે ગંભીર રીતે દાઝી જતાં બંન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ બન્નેમાંથી પ્રવિણભાઈને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલે ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે. પ્રવિણભાઈને સંતાનમાં એક દિકરો એક દિકરી છે. પોતે બે ભાઈ એક બહેનમાં મોટા હતા તેમજ પ્રવિણભાઈ અને મહેશભાઈ બન્ને સાડીના કારખાનામાં કામે જતાં હતા જ્યારે આ ઘટના બની ત્યારે પ્રવિણભાઈ તેના કાકાના દિકરા મહેશને લેવાતેના ઘરે પહોંચ્યા હતા અનેત્યાંથી તેઓ સાડીના કારખાને કામે જવાના હતા મહેશભાઈના પિતાનેત્યાં ઘર નજીક જ ગાંઠિયાની દુકાન છે પ્રવિણભાઈના મોતથી પરિવારમાં શોક છવાયો હતો. આ બનાવમાં જેતપુરના ઉદ્યોગનગર પોલીસે કાગળો કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *