શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા છ કારખાનામાં ચડી બનીયાન ધારી ટોળકીએ ત્રાટકી એક કારખાનાની ઓફીસમાંથી રૂૂા. 50 હજાર અને બીજા પાંચમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના મામલે તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે તપાસ આદરતા સીસીટીવી ફુટેઝમા પ શખ્સો મોઢે રૂમાલ બાંધેલા દેખાયા હતા.
વધુ વિગત મુજબ માયાણી ચોક પાસે પરીવાર પાર્ક શેરી નં. 5 માં રહેતા ચિરાગભાઇ ગીરીશભાઇ માલવીયા (ઉ.37) એ તાલુકા પોલીસ મથકમાં ચડી-બંડી અને મોઢે રૂૂમાલ બાંધેલા પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ચિરાગભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ગેલ કુપા એન્ટરપ્રાઇઝ નામનું કારખાનું ધરાવું છું. ગઇકાલે સવારે હું મારા ઘરે ગયો ત્યારે કારખાનામાં કામ કરતો કારીગર પીન્ટુનો ફોન આવ્યો તેણે કહયું કે હું આપણા કારખાનાનુ તાળુ ખોલી અંદર જતા ઓફીસનું તાળુ તુટેલુ જોવા મળ્યુ છે તેમ વાત કરતા હું તરતજ કારખાને આવીને તપાસ કરતા ઓફીસની લોખંડની ગ્રીલવાળા દરવાજાનું લોક તુટેલુ અને સામાન વેરવીખેર જોવા મળ્યો હતો. અને તપાસ કરતા ટેબલના ખાનામાં રાખેલા રૂૂા. 50 હજાર જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. ત્યારબાદ તપાસ કરતા મારા કારખાનાની બાજુમાં હાર્દિકભાઇ ગોવિંદભાઈ સોરઠીયાના કૈલાશ ઇન્ડસ્ટ્રીજ નામના કારખાનામાં તથા પુનીતભાઇ રમેશભાઇ ભાલોડીયાના મારૂૂતી ટેકનોલોજી કારખાનામાં, અનીલભાઈ પ્રવિણભાઇ ખુંટના યુગ એન્જીનિયરીંગ નામના કારખાનામાં, પ્રવિણભાઇ રાધવભાઇ કાચડાના આર.પી. ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં અને રજનીભાઈ ભીખાભાઈ સાવલીયાના રૂૂદ્ર ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં પણ આ ચડી-બનીયાન ધારી ટોળકીએ ઓફીસના તાળા તોડી સામાન વેરવીખેર કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદ કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં ચડી અને બંડી પહેરેલા અને મોઢે રૂૂમાલ બાંધેલા પાંચ શખ્સો દેખાયા હતા. કારખાનેદાર ચીરાગભાઇની ફરિયાદ પરથી પાંચ અજાણ્યા શખ્સો વિરૂૂધ્ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. શેખ સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
