તાડી બનાવવા ઝેરી પાઉડર મોકલનાર બેલડી પકડાઇ

સુત્રાપાડાના રહેણાંક મકાનમાંથી એક મહીના પહેલા તાડી ભરેલ પ્લાસ્ટીકની આઠ નંગ કોથળી મળી આવતા પોલીસે પ્રોહી એકટનો ગુનો નોંધી આરોપી દુર્ગાપ્રસાદ ઉર્ફે દીલીપ લીંગીયા બંટુ…

સુત્રાપાડાના રહેણાંક મકાનમાંથી એક મહીના પહેલા તાડી ભરેલ પ્લાસ્ટીકની આઠ નંગ કોથળી મળી આવતા પોલીસે પ્રોહી એકટનો ગુનો નોંધી આરોપી દુર્ગાપ્રસાદ ઉર્ફે દીલીપ લીંગીયા બંટુ (ઉ.વ.41) (મુળ તેલંગાણા)ની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીને તાડી કયાંથી લાવ્યો એ પુછપરછ કરતા તાડી જે આર્થીક ફાયદા માટે કુદરતી ઝાડ પરથી મળી ન આવતા મદદગારી કરનાર ચીનુ (રહે.સંતરામપુર) સાથે સંપર્ક કરી તાડી બનાવવાનું કેમીકલ યુક્ત કલોરલ હાઇડ્રેટ પાવડર મંગાવ્યું હતું. ચીનુએ એસટી બસ મારફતે સંતરામપુરથી કોડીનાર એસટી બસમાં પાર્સલ મંગાવ્યું હતું. આ ઘટનામાં પાવડર ઉર્ફે ચીનુ નરસિંહમાં દેંકલા (ઉ.વ.44) (રહે.હાલ સંતરામપુર)થી ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલે ગીર સોમનાથ જીલ્લાના પીઆઇ એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.સી. સિંધવે વધુ તપાસ હાથ ધરતા માહિતી મળેલ કે આરોપી શ્રીનિવાસ ઉર્ફે ચીનુ નરસિંહ દેંકલાને આ પાવડર મોકલનાર મહેશ પોન ચેટરી હાલ મુંબઇ હોય ત્યાંથી પકડી લીધો હતો. તેમજ તેમની પુછપરછ કરતા પાવડર પ્રકાશ ઉર્ફે પપ્પુ પાસેથી આ કલોરલ હાઇડ્રેડ પાવડર મંગાવતો હોવાનું અને આ પ્રકાશ પોતાના પાર્ટનર તિરૂપતિ બન્નેએ મહારાષ્ટ્ર રાજયના પાલઘર જીલ્લાના વાડા તાલુકાના અમરાપુર ગામમાં રાજહંસ કેમીકલ્સ નામની કંપની ચલાવતા હોવાનું જાણવા મળ્યું હોય જેને આ પાવડર મોકલ્યાની વિગતો ખુલતા હવે તેની શોધખોળ શરૂ કરવામાં આવતા ત્રણેયની ધરપકડ કરી પુછપરછ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *