રાજકોટ-મોરબી-સુરેન્દ્રનગર જિલ્લાના મંદિરોમાં લૂંટ ચલાવનાર ટોળકી ઝડપાઇ

રાજકોટની ટોળકીએ બે મહિનામાં ત્રણ મંદિરોને નિશાન બનાવી રોકડ, દાગીના અને પરવાનાવાળી બંદૂકની લૂંટ ચલાવી હતી: ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ, અન્ય ત્રણ ફરાર રૂા.4.49 લાખનો…

રાજકોટની ટોળકીએ બે મહિનામાં ત્રણ મંદિરોને નિશાન બનાવી રોકડ, દાગીના અને પરવાનાવાળી બંદૂકની લૂંટ ચલાવી હતી: ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ, અન્ય ત્રણ ફરાર રૂા.4.49 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ,મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં મંદીરમાં લુંટ કરનાર ટોળકીના ત્રણ સભ્યોને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ કુલ રૂૂા.4.49 લાખનો મુદ્દામાલ કબજે કરી મંદિરમાં લુંટ ચલાવનાર ટોળકીના અન્ય ત્રણ સાગ્રીતોની શોધખોળ શરુ કરી છે.

મળતી વિગતો મુજબ છેલ્લા બે મહિનામાં રાજકોટ,મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં મંદીરમાં લુંટના ત્રણ બનાવો બન્યા હતા જેમાં ગઇ તા.25/07/2025 ના રોજ રાત્રીના ગોંડલ તાલુકાના રાજકોટ ગોંડલ હાઇવે રોડ ઉપર આવેલ વાઘેશ્વર મહાદેવ મંદીરમાં રોકડ રૂૂપિયા તથા મંદીરના મહંતના લાયસન્સ વાળા હથિયારની લૂંટનો બનાવ બન્યો હતો. જે મામલે મંદિરના મહંત બલદેવગીરી ગુરૂૂ જથન્નાથગીરી સાધુ (ઉ.વ.75) એ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત ગત તા 30/7/2025ના રોજ ટંકારા પાસે ખોડીયાર મંદીરના સાધ્વીને ધમકી આપી લુંટનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.

લુંટની ત્રીજી ઘટના તા.02/08/2025ના રોજ કોટડા સાંગાણી તાલુકાના સોળીયા ગામ નજીક રોકડીયા હનુમાન મંદીર ખાતે લુંટનો બનાવ બન્યો હતો જેમાં રોકડીયા હનુમાન મંદિરના મહંત ટનાટનદાસજી બાપુને બેફામ માર મારીને બંધક બનાવી છરી બતાવી કબાટમાંથી રોકડા રૂૂપિયા દોઢ લાખ કાઢી લીધા હતા. આ સાથે 20 ગ્રામ જેવા સોનાના કુંડળ-વિંટી સહિત કુલ રૂૂા.3,91,850ની લૂંટ ચલાવી હતી. જે બાબતે મહંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જયારે લુંટની ચોથી ઘટના સુરેન્દ્રનગર જીલ્લામાં બની હતી જેમાં ચોટીલાના નાની મોલડી ગામે બની હતી. ગત તા 6/08/2025 માં નાની મોલડી ગામે આવેલ જય અંબે આશ્રામમાં 53 વર્ષીય સાધ્વી અમરબાને છરી બતાવી રોકડ અને સોનાના દાગીના મળી રૂૂ.84 હજારની લુંટ થઇ હતી.

રાજકોટ,મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં મંદિરમાં લુંટની ત્રણ ઘટનામાં એક જ ટોળકીની સંડોવણી હોય ત્રણ જીલ્લાની પોલીસ આ ટોળકીને પકડવામાં કામે લાગી હતી.જેમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીને સફળતા મળી હતી. એલ.સી.બી.ના પી.આઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી હતી તેમજ રાજકોટ શહેર વિસ્તારના ઘણા બધા સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતા આ લુંટમાં રાજકોટની ટોળકીની સંડોવણી ખુલી હતી.જેના આધારે એલસીબીની રાજકોટના શિવધારા સોસાયટી-1, હુડકો ચોકડી પાસે રહેતા રાકેશ ઉર્ફે રાહુલ મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી, કોઠારીયા રોડ, શિવમ પાર્કમાં રહેતા વિજય મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી તેમજ આશાપુરા શેરી નં.2, કોઠારીયા મેઇન રોડ ઉપર રહેતા રોનક રાજેશભાઈ ગીરજાશંકર ભટ્ટની ધરપકડ કરી હતી.ત્રણેયની પુછપરછમાં હુડકો ચોકડી પાસે રહેતા સંજય ઉર્ફે મુકેશ જીણાભાઇ સોલંકી, પુનીતના ટાંકા પાસે રહેતા દિલીપ ઉર્ફે સરખડીયો મનસુખભાઇ પરમાર અને દિલીપ ઉર્ફે સરખડીયાના મીત્ર પણ લુંટ માં સામેલ હોય તેની શોધખોળ શરૂૂ કરી છે. આ ત્રિપુટી પાસેથી લુંટમાં ગયેલ રોકડ દાગીના તેમજ મહંતના લાયસન્સ વાળુ હથિયાર કબજે કર્યું હતું.

ત્રણ જિલ્લાની પોલીસ જેને શોધતી હતી તે ટોળકીને પકડવામાં રાજકોટ ગ્રામ્ય એલસીબીને સફળતા મળી
રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ, જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા,પીએસઆઈ એચ.સી.ગોહિલ સાથે એલ.સી.બી. શાખાના સ્ટાફના માણસો એસએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, બ્રીજરાજસિંહ જાડેજા, રવિદેવભાઈ બારડ, વકારભાઇ આરબ, રોહિતભાઇ બકોત્રા, અમીતભાઇ કનેરીયા, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અમીતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, નૌશાદભાઇ ચૌહાણ, અનિલભાઇ બળકોદીયા, શકિતસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, મનોજભાઇ બાયલ, રસીકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, નિલેશભાઇ ડાંગર, હરેશભાઇ પરમાર, રાજુભાઇ શામળા, વાઘાભાઇ આલ, ધર્મેશભાઇ બાવળીયા, પ્રણયભાઇ સાવરીયા, દિવ્યેશભાઈ સુવા, અરવિંદસિંહ જાડેજા, કૌશિકભાઇ જોષી, કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઇ મકવાણા, મેહુલભાઇ સોનરાજ, મીરલભાઇ ચંદ્રવાડીયા, મહેન્દ્રસિંહ સોલંકી, અબ્બાસભાઇ ભારમલ, વિજયભાઇ સિંહાર તથા ડ્રાઇવર રજાકભાઇ બીલખીયા, ડ્રાઇવર દિલીપસિંહ જાડેજા, ડ્રાઇવર અનિરૂૂસિંહ જાડેજા, ડ્રાઇવર અબ્દુલભાઇ શેખે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *