ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ બદલ વધુ પાંચ પેઢીને દંડ ફટકારાયો

રાજકોટ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં આ અંગેના કેસો એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ સમક્ષ ચાલ્યા હતા.…

રાજકોટ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં આ અંગેના કેસો એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ સમક્ષ ચાલ્યા હતા. સુનાવણી બાદ, એડિશનલ કલેક્ટરે ખાદ્ય સુરક્ષા કાયદાના ભંગ બદલ શહેરમાંથી લેવાયેલા પાંચ જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં, એડિશનલ કલેક્ટર અલગ ગૌતમ દ્વારા કુલ 1,70,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં દંડ ફટકારવામાં આવેલી પેઢીઓની વિગતો નીચે મુજબ છે.

આનંદભાઈ લુણાગરિયા (શુદ્ધ ઘી): રણછોડ નગર મેઈન રોડ, વેકરિયા નગર. નમૂનામાં ભેળસેળ જણાતા 25,000નો દંડ કરાયો.ક્રિષ્ના ડેરી ફાર્મ (શુદ્ધ ઘી): મવડી રોડ. ઘીના નમૂનામાં સબ-સ્ટાન્ડર્ડ ગુણવત્તા જણાતા 25,000 નો દંડ કરાયો હતો. તેમજ નેપલ ફૂડ (સીઝ): 150 ફૂટ રિંગ રોડ. આ પેઢીને 70,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.ધ સેન્ડવીચ અડ્ડા (બટર): વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ પાસે. બટરના નમૂનામાં ભેળસેળ જણાતા 35,000નો દંડ કરાયો.ડી લાઇટ આઈસ્ક્રીમ (પાન મસાલા આઈસ્ક્રીમ): નમૂનામાં ભેળસેળ જણાતા 15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *