નવાગામ ડ્રાયફુટના ગોડાઉનમાં ચોરીનો પ્રયાસ કરનાર ટોળકી ઝડપાઈ

શહેરના કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની સામે આર.કે નગરમાં આવેલા પર્લ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી પ્રિતેશભાઇ વસંતભાઇ કારીયાના નવાગામ (આણંદપર) માં આવેલ ડ્રાયફુટ તથા કરીયાણાના…

શહેરના કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની સામે આર.કે નગરમાં આવેલા પર્લ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી પ્રિતેશભાઇ વસંતભાઇ કારીયાના નવાગામ (આણંદપર) માં આવેલ ડ્રાયફુટ તથા કરીયાણાના ગોડાઉનમાં ચોરીનો પ્રયાસ કરનાર સગીર સહીત પાંચ આરોપીને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઇ પુછપરછ કરતા લોધીકા તાલુકાના છાપરા ગામે કારખાનામાં ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ચોરીમાં વધુ એકની સંડોવણી ખુલી છે જેની શોધખોળ શરુ કરવામાં આવી છે.

આ મામલે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી. ડી. ડોડીયા ટીમના પ્રદીપસિંહ જાડેજા,દિપકભાઈ ચૌહાણ અને રાજેશભાઈ જળુને મળેલ સંયુક્ત બાતમીને આધારે મેટોડા ગેઈટ નં.1, ગોપાલ વેફર્સની હોસ્ટેલમાં રહેતા પ્રતાપ વાલજીભાઈ ગોહેલ (ઉ.વ.29), મેટોડા ગેઈટ નં.3 ની સામે મણીદીપ મંદીરની પાછળ રહેતા સાહીલ ગોપાલદાસ ગોંડલીયા (ઉ.વ.20), અંજલી પાર્ક, હનુમાનજીના મંદીરની આગળની શેરી, મેટોડા રહેતા સાવન મનસુખભાઈ પરમાર (ઉ.વ.19) અંજલી પાર્ક, મણીરત્ન ટેનામેન્ટ, મેટોડા ગેઈટ નં.1 અંદર રહેતા ઉદેશ ઉર્ફે ઉદય આપાભાઈ રાજાણી (ઉ.વ.20) સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની ધરપકડ કરી હતી.

પુછપરછમાં બાળ કિશોર તથા રૂૂત્વીક ઉર્ફે સાધુ મકવાણા તથા રવિ દાફડા એ સાથે મળી આ સિવાય ગઈ તા.04/09/2025 ના રાત્રીના સમયે લોધીકા તાલુકાના છાપરા ગામ, ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં એક કારખાનાની દીવાલ કુદી કોપર વાયરના બંડલની ચોરી કરેલની કબુલાત આપી હતી. ક્રાઈમ બ્રાંચે મેટોડાના રૂૂત્વીક ઉર્ફે સાધુ મકવાણાની શોધખોળ શરૂૂ કરી છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,એસીપી કાઇમ બી. બી. બસીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પી. આઈ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ ડી. સી. બી.ના પીએસઆઈ વી.ડી.ડોડીયા તથા એ. એસ. આઇ. અમીતભાઇ અગ્રાવત તથા દિગ્પાલ જાડેજા,દિલીપભાઇ બોરીચા, સંજયભાઇ રૂૂપાપરા, જયરાજભાઇ કોટીલા, વિશાલભાઇ દવેએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *