ધ્રાંગધ્રામાં એક શ્રમિક પરિવારની 9 વર્ષીય બાળકી સાથે અડપલાંનો બનાવ બન્યો છે. બાળકી દુકાને ચીજવસ્તુ લેવા ગઈ હતી, ત્યારે દુકાનદાર લક્ષ્મણભાઈ ચોરસિયાએ તેને બળજબરીપૂર્વક દુકાનમાં ખેંચી ગુપ્તભાગે અડપલાં કર્યા હતા. આ ઘટનાથી ભયભીત થયેલી બાળકી ઘરે દોડી ગઈ હતી અને પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી. પરિવારે તાત્કાલિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે દુકાનદાર લક્ષ્મણભાઈ ચોરસિયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એન.એચ. ચુડાસમા, પીએસઆઈ પી.એ. સોલંકી અને વિજયસિંહ સહિતના સ્ટાફે આરોપીને ઝડપી પાડવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી શખ્સને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.
