રાજુલામાં બેન્કમાંથી છોડાવેલા સોનાના દાગીનાની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ

રાજુલા પોલીસે બેંકમાંથી છોડાવેલા સોનાના દાગીનાની સ્નેચિંગ કરનાર ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ ફાઇનાન્સ કંપનીના કર્મચારી સાથે છેતરપિંડી કરીને સોનાના દાગીનાની ચોરી કરી…

રાજુલા પોલીસે બેંકમાંથી છોડાવેલા સોનાના દાગીનાની સ્નેચિંગ કરનાર ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ ફાઇનાન્સ કંપનીના કર્મચારી સાથે છેતરપિંડી કરીને સોનાના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે ચોરી થયેલા દાગીના અને ગુનામાં વપરાયેલી કાર સહિત કુલ ₹7.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ ઘટના 28 જાન્યુઆરી, 2026 ના રોજ બપોરે આશરે 12 વાગ્યે રાજુલા સ્થિત કેપ્રી બેંક પાસે બની હતી.
આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું ઘડ્યું હતું. આરોપી નંબર 2 દ્વારા બેંકમાં ગીરવે મુકેલા સોનાના દાગીના છોડાવવા માટે આરોપી નંબર 1 એ ફાઇનાન્સ કંપનીનો સંપર્ક કર્યો હતો.

ફાઇનાન્સ કંપની દ્વારા આરટીજીએસ મારફતે ₹4,12,012/- બેંકમાં જમા કરાયા બાદ સોનાના દાગીના મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ ફાઇનાન્સ કંપનીના કર્મચારી અને સાહેદને પોતાની ફોરવ્હીલ કારમાં “થોડે દૂર ઉતારી દેશે” તેમ કહીને બેસાડ્યા હતા. રસ્તામાં નજર ચૂકવીને આરોપી નંબર 1 એ કર્મચારીના પેન્ટના ખિસ્સામાંથી સોનાના દાગીનાની થેલી ચોરી લીધી હતી.

આ બનાવ અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 304(2), 61(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ એ.એસ.આઈ. બી.એમ. વાળા દ્વારા હાથ ધરવામાં આવી હતી.પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં ₹4,12,000/- ની કિંમતના સોનાના દાગીનાનો સમાવેશ થાય છે, જેમાં 1 બ્રેસલેટ, 2 કાનની બુટ્ટી, 2 પાંદડા, 1 પેન્ડલ અને 2 વીંટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ૠઉં-36-અઈ-2335 નંબરની મારુતિ સ્વિફ્ટ કાર પણ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત ₹3,00,000/- આંકવામાં આવી છે. આમ, કુલ ₹7,12,000/- નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

પકડાયેલા આરોપીઓમાં રવિરાજભાઈ મધુભાઈ મરમલ (ઉંમર 32, જુની બારપટોળી, રાજુલા), લાલજીભાઈ બીજલભાઈ લાખણોત્રા (ઉંમર 32, જુની બારપટોળી, રાજુલા), હુસૈનભાઈ ઉર્ફે ટીકો રહીમભાઈ નાગરીયા (ઉંમર 28, જુની બારપટોળી, રાજુલા) અને કલદીપભાઈ મનુભાઈ સાંડસુર (ઉંમર 22, લોઠપુર, તા. જાફરાબાદ) નો સમાવેશ થાય છે.

ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર અને અમરેલી એસ.પી. સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ, સાવરકુંડલા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા અને રાજુલા પો.ઇન્સ. વી.એમ. કોલાદરાના નેતૃત્વમાં પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને રાજુલા-ભેરાઈ રોડ પરથી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *