રિક્ષામા પેસેન્જર તરીકે બેસાડી તેની પાસે રહેલ કિંમતી મુદામાલની ચીલઝડપ કરતી ગેંગના 2 શખ્સોને રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે રીક્ષા સાથે ઝડપી પાડયા છે.
પ્રાપ્ત વિગત મુજબ, પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ચોરી કરતી રીક્ષાગેંગ સામે ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસને મળેલી બાતમીના આધારે શાહરૂૂખખાન નાસીરખાન મોગલ (ઉ.વ.29, રીક્ષા ડ્રાઇવિંગ, રહે. રૂૂખડીયાપરા નકલંગપરા, હનુમાનજીના મંદિર પાસે રાજકોટ) અને ઈકબાલ મયુદીનભાઈ મલેક (ઉ.વ.36, ધંધો,મજુરી રહે, રૂૂખડીયાપરા શેરી નં.3, રાજકોટ) ને પોલીસે પકડી પાડયા છે.
બંને પાસેથી રીક્ષા, મોબાઈલ અને રૂૂપિયા 2500 ની રોકડ મળી રૂૂ.1,62,500 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલો છે. બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.શાહરૂૂખખાન વિરૂૂદ્ધ રાજકોટ અને અમદાવાદમાં મળી દારૂૂ સહિતનાં સાત તો ઇકબાલ વિરુદ્ધ રાજકોટ રેલવે પોલીસમાં ત્રણ ગુના નોંધાયેલા છે.
આ કામગીરી પ્ર. નગર પોલીસના ઇન્ચાર્જ પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પી એસ આઇ આર. કે. ગોહિલ, મયુરરાજસિંહ જાડેજા, ચાપરાજ ખવડ, તોફિકભાઈ મંધરા, વિરેન્દ્રસિંહ પરમાર,રવીભાઈ ચાવડા, રિયાજભાઈ ભીપૌત્રા, વનરાજભાઈ બોરીચા અને ધર્મેશભાઈ મોણપરાએ કરી હતી.
