ગાંધીધામના ઉદ્યોગપતિ સાથે વિદેશમાં વેપારના બહાને રૂા.51.11 લાખની ઠગાઇ

અહીંના શિપીંગના ઉદ્યોગકાર સાથે અજાણ્યા આરોપીઓએ વિદેશમાં સારા વેપારની દરખાસ્ત સાથે રૂૂા. 51.11 લાખની છેતરપીંડી કરી હોવાનો મામલો આદિપુર પોલીસ દફતરે નોંધાયો હતો. ગાંધીધામમાં વસુંધરા…

અહીંના શિપીંગના ઉદ્યોગકાર સાથે અજાણ્યા આરોપીઓએ વિદેશમાં સારા વેપારની દરખાસ્ત સાથે રૂૂા. 51.11 લાખની છેતરપીંડી કરી હોવાનો મામલો આદિપુર પોલીસ દફતરે નોંધાયો હતો. ગાંધીધામમાં વસુંધરા એન્ટરપ્રાઈઝ નામથી શિપીંગ નો વેપાર કરતા આશિષસિંહ દેવેન્દ્રસિંહ જાડેજાએ એકાંશ ગ્લોબલ પ્રા.લી ના હર્ષિત,સારીકા,રાજેશ, અકાંક્ષા,યશપાલ,રીયા નામના આરોપી તથા નેઘરલેન્ડની કાર્નિવલ કોર ટેડ એલએલસી નામની કંપનીના હુસેન નામના શખ્સ, નેઘરલેન્ડ એમ્બેસીના નામે વાત કરતી મહિલા,સીટીઝન બેન્ક ફ્રાન્સના કર્મચારી તરીકે ઓળખ આપનાર,ટ્રોપીકલ ટેન્ડીંગ ટેડીંગ એલ.એલ.પી સિડની ઓસ્ટેલીયાના નામના આરોપી અશોક તેમજ જુદી-જુદી બેન્ક ના પ્રતિનિધી તરીકે વાત કરનાર સહિત સતર જણા વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.

પોલીસના સતાવાર સાધનોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે આરોપીઓએ એક સંપ કરી ગુનાહિત કાવતરૂૂ રચીને ફરીયાદીને એકાંશ ગ્લોબલ પ્રા.લી ના પ્રતિનિધી તરીકે ઓળખ આપીને વિદેશમાં સારા વેપારની ડીલ કરાવીને નફો કરવી આપવાની વાત કરી હતી.

આ કંપનીમાં સભ્ય તરીકે ફરીયાદી જોડાયા હતા. ત્યારબાદ નેઘરલેન્ડની કાર્નિવલ કોર ટેડ એલ.એલ.સી કંપનીના પ્રતિનિધી તરીકે ઓળખનાર આરોપી હુસેને વાત કરીને આઠ ક્ધટેનરનો ઓર્ડર આપી આ માટેના ચુકવણા માટે જરૂૂરી દસ્તાવેજ બનાવવાની વાત કરી હતી.દરમ્યાન એકાંશ ગ્લોબલના આરોપીઓએ દસ્તાવેજની પુરતા કરવા માટે જુદા-જુદા સમયે ચાર્જ પેટે ફરીયાદી પાસેથી નાંણા મેળવ્યા હતા. આ જ પ્રકારે ઓસ્ટેલીયા સીડની ની ટ્રોપીકલ ટેન્ડીંગ ટેડીંગ એલ.એલ.પી નામે આરો4પી અશોક બાજપાઈ 20 ક્ધટેનરનો ઓર્ડર આપી હતી. આ જ પ્રકારે દરસ્તાવેજની પુરર્તા કરવા માટે પણ નાંણા પડાવવામાં આવ્યા હતા.

ભેજબાજોએ ફરીયાદીએ જુદી-જુદી બેન્કના પ્રતિનિધી અને દિલ્હીમાં સ્થિત નેધરલેન્ડ એમ્બેસીના પ્રતિનિધી તરીકે પણ ઓળખ આપી હતી. ગત તા.14/06 થી તા.9/8 ના સુધીના અરસામાં બનેલા બનાવ અંગે આરીપીઓએ દસ્તાવેજ તૈયાર કરવા અને શુલ્ક આપવાના નામે જુદા-જુદા સમયે વ્યવહાર કરાવીને ફરીયાદી પાસેથી રૂૂા.51,11,487 મેળવી લીધા હતા. તહોમતદારોએ ગાંધીધામના વેપારીઓને બનાવટી દસ્તાવેજ બનાવ ઠગાઈના હેતુસર વ્હોટસએપ અને ઈ-મેઈલ મારફતે સંદેશ મોકલવી નાંણા મેળવી લીધેલા નાંણા પરત ન કરી છેતરપીંડી ના ગુન્હાને અંજામ આપ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *