શહેરનાં રૈયા રોડ ધરમનગર, મોરબી રોડ પર ચામડીયાપરા અને માંડાડુંગરમાં જુગારના દરોડા પાડી કુલ 15 શખ્સોને ઝડપી 27 હજારની રોકડ જપ્ત કરી હતી.
વધુ વિગતો મુજબ, ધરમનગર સોસાયટીમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા યુનિવસીટી પોલીસનાં જીજ્ઞેશ મારુ અને એએસઆઇ જગમાલભાઇ ખટાણાએ દરોડા પાડી જુગાર રમતા અતુલ નિરવ નાગરેચા, કિશન ગીરીશ રૂપારેલીયા વિનોદ પ્રેમજી ચૌહાણ, જીજ્ઞેશ અનિલ નાગરેચા, હરેશ ધીરુભાઇ નાગરેચા, જયંતિ જેરામભાઇ લાઠીયા અને હાર્દીક ભરતભાઇ ખગ્રામને પકડી 15950 નો મુદામાલ ઝડપી લીધો હતો.
બીજા દરોડામા એલસીબી ઝોન 1 ની ટીમનાં એએસઆઇ મનરુપગીરી ગૌસ્વામી, રવિરાજભાઇ પટગીર અને સ્ટાફે જુના મોરબી રોડ ચામડીયાપરા ખાટીકવાસમા દરોડા પાડી નામચીન ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમ કાથરોટીયા , બડેમીંયા ઉર્ફે બડીમબાપુ રજાકમીયા અને આશીક હારૂન પરીપટની ધરપકડ કરી 8900 નો મુદામાલ જપ્ત કર્યો હતો. ઇભલો ઉગાઉ મારામારી, પોલીસની ફરજમા રૂકાવટ, જુગાર અને ધમકી તેમજ હત્યાનાં પ્રયાસનાં ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે ત્રીજા દરોડામા આજીડેમ ચોકડી પાસે માંડાડુંગરમા રવિ રાઠોડનાં ઘરની પાસે જુગાર રમતા હોવાની બાતમી મળતા આજીડેમ પોલીસનાં દેવાંગભાઇ પાલા અને પીયુષભાઇ ચીરોડીયા સહીતનાં સ્ટાફે દરોડો પાડી રવિ રાયધન રાઠોડ , અમીત સોમૈયા, તારા સંગ ગુલબનાથ રાઠોડ , અજય નાગજી રાતડીયા અને મનોજ કેશવજી આકોલીયાને પકડી 3840 નો મુદામાલ જપ્ત કર્યો હતો.
