આશાપુરાનગર, પારેવડી ચોક અને ઘંટેશ્ર્વરમાં જુગારના દરોડા : 22 હજારનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ શહેરમા કોઠારીયા રોડ આશાપુરા નગર, પારેવડી ચોક પાસે અને ઘંટેશ્ર્વર રપ વારીયામા જુગારનાં દરોડા પાડી પોલીસે રર હજારનો મુદામાલ જપ્ત કરી લીધો હતો .…

રાજકોટ શહેરમા કોઠારીયા રોડ આશાપુરા નગર, પારેવડી ચોક પાસે અને ઘંટેશ્ર્વર રપ વારીયામા જુગારનાં દરોડા પાડી પોલીસે રર હજારનો મુદામાલ જપ્ત કરી લીધો હતો . આ સાથે પોલીસે છ મહીલાઓ સહીત 8 શખ્સોને ઝડપી લીધા હતા.

પોલીસે પારેવડી ચોક પાસે આવેલી શકિત ટી સ્ટોલ સામે જુગાર રમાતો હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ નરેશભાઇ ચાવડા અને સુખદેવભાઇ દાંતી સહીતનાં સ્ટાફે દરોડો પાડી મોહસીન નીઝામ ઇકબાલ કાદરી (રહે. ભગવતી પરા વિનોબા ભાવે ટાઉનશીપ ) ને ઝડપી લઇ તેની પાસેથી 7 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે બીજા દરોડામા ભકિતનગર પોલીસ મથકનાં સ્ટાફે કોઠારીયા રોડ આશાપુરા નગરમા દરોડો પાડી શકિતભાઇ દીનેશભાઇ મજેઠીયાનાં મકાનમા દરોડો પાડયા બાદ જુગાર રમતા શકિત મજેઠીયા, સોનલબેન લલીતગીરી ગોસ્વામી , સોનલબેન પ્રકાશભાઇ સાવલીયાને ઝડપી લઇ તેની પાસેથી 10700 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

જયારે ત્રીજા દરોડામા ગાંધીગ્રામ પોલીસ મથકનાં સહદેવસિંહ જાડેજા અને જયદેવસિંહ પરમારે ઘંટેશ્ર્વર રપ વારીયા કવાટરમા દરોડો પાડી રજીયાબેન શરીફભાઇ પમા , જોશનાબેન આકાશભાઇ સોલંકી, બેનાબેન રાહુલભાઇ દતાણી અને કંચનબેન સુનીલભાઇને ઝડપી 5500 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *