દ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગારના દરોડા, 22ની ધરપકડ

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સોનલનગર વિસ્તારમાં રહેતા રાજપાર વીરા રૂૂડાચ નામના 38 વર્ષના ગઢવી શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને પોતાના રહેણાંક મકાનમાં…

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સોનલનગર વિસ્તારમાં રહેતા રાજપાર વીરા રૂૂડાચ નામના 38 વર્ષના ગઢવી શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને પોતાના રહેણાંક મકાનમાં રમાડતા જુગારના અખાડા પર પોલીસે સવારે આશરે પોણા પાંચ વાગ્યાના સમયે દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી પોલીસે રાજપાર વીરા રૂૂડાચ, દિપક રણછોડ નડિયાપરા, ધારા અરજણ સાખરા, ડોસલા બોઘા જામ અને વીરા હાજા પતાણી નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. આ દરોડામાં પોલીસે રૂૂ. 55,160 ની રોકડ રકમ તથા રૂૂ. 25,000 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂૂપિયા એક લાખની કિંમતની ઈક્કો મોટરકાર મળી કુલ રૂૂ. 1,80,160 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ દરોડા દરમ્યાન ખંભાળિયાનો રહીશ શાહરુખખાન પઠાણ નામનો શખ્સ ફરાર થઈ જવા પામ્યો છે. જે અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. કલ્યાણપુરથી આશરે 24 કિલોમીટર દૂર સરકારી ખરાબાની જગ્યામાં બેસીને મધ્યરાત્રીના સમયે સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમતા રાજશી લીલા ઓડેદરા, ગીગા કારા મોઢવાડિયા, જીવા ઉર્ફે જયેશ સાજણ કારાવદરા, વિજય મુંજા કારાવદરા, સરમણ સૂકા કેશવાલા અને રણમલ પરબત કારાવદરા નામના છ શખ્સોને રૂૂ. 26,350 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. કલ્યાણપુરના સુર્યાવદર ગામેથી રામા રાજા અમર, વિરમ હીરા પાંડાવદરા અને રમેશ રાજા પાંડાવદરા નામના ત્રણ શખ્સો જુગાર રમતા રૂૂ. 2,150 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

દ્વારકા પોલીસે રૂૂપેણ બંદર વિસ્તારમાંથી મહંમદ સિદ્દીક ઇસબાણી, મનસુખ કેશુ ગોહેલ, વસીમ અને શેખ અને સાદિક બચુ ભરૂૂચા નામના ચાર શખ્સોને રૂૂ. 2,610 ના મુદ્દામાલ સાથે તેમજ નદીમ રફીક મીર અને આસિફ દાદુ મીરને ચલણી નોટોના નંબર ઉપર એકીબેકીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. કાનદાસ બાપુના આશ્રમ પાસેથી રાત્રિના એક વાગ્યે એકીબેકીનો જુગાર રમતા શાહરુખ રફીક મીર અને સલીમ હાસમ મીર નામના બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

વીજશોક લાગતા શ્રમિક યુવકનું મોત
મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહી અને મજૂરી કામ કરતા જાલમસિંહ કાલુસિંહ ચૌગાળ નામના 29 વર્ષના આદિવાસી યુવાનને ટી.સી.ના તાણીયામાંથી જોરદાર વિજ કરંટ લાગતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ દિલીપસિંહ કાલુસિંહ આદિવાસીએ કલ્યાણપુર પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *