કોઠારિયા સોલવન્ટ અને લક્ષ્મીના ઢોરે જુગારના દરોડા, સાત શખ્સો ઝડપાયા

કોઠારીયા સોલાવન્ટ અને લક્ષ્મીના ઢોરે જુગારના દરોડા પાડવામાં આવતા કુલ સાત શખ્સોને પકડી લઇ સાત હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જુગારના પ્રથમ દરોડામાં આજીડેમ…

કોઠારીયા સોલાવન્ટ અને લક્ષ્મીના ઢોરે જુગારના દરોડા પાડવામાં આવતા કુલ સાત શખ્સોને પકડી લઇ સાત હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જુગારના પ્રથમ દરોડામાં આજીડેમ પોલીસે કોઠારીયા સોલ્વન્ટ પાસે જુગારના દરોડા પાડી ત્યાં જુગાર રમતા સંજયભાઇ રમેશભાઇ વાઘેલા(રહે. શીતળાધાર 25 વારીયા શેરી નં 6 કોઠરીયા સોલવંટ ),ધર્મેશભાઇ બીપીનભાઇ પરમાર(રહે.અક્ષર રેસીડન્સી ગેટ નં 2 મકાન નં 4 કોઠારીયા સોલવંટ),અજયભાઇ ભીખુભાઇ મકવાણા(રહે.સ્વાતી પાર્ક શેરી નં અઇ 1 સ્વાતી પાર્ક મેઇન રોડ) અને મહેશભાઇ નાગજીભાઇ મુંધવા (રહે.હાઉસીંગ બોર્ડ બ્લોક ઇ ક્વાર્ટર નં 412 સાધુવાસવાણી રોડ) ને ઝડપી ત્રણ હજારની રોકડ જપ્ત કરી હતી. જ્યારે બીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસના સ્ટાફે દરોડા પાડી સાગર કનુભાઇ મકવાણા(રહે. કટારીયાચોકડી પાસે લક્ષ્મીનો ઢોરો નગાદાદાના મંદિર પાસે),રઘુભાઇ રામભાઇ ટારીયા(રહે.ઘંટેશ્વરગામ મચ્છોમાંના મંદિર પાસે સુખાભાઇ આહિર ના મકાનમા) અને કિરીટભાઇ કરશનભાઇ સોલંકી(રહે.લક્ષ્મીનો ઢોરો સરકારી સ્કુલની પાછળ)ને ઝડપી લઇ 4 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *