દ્વારકામાં પાંચ સ્થળે જુગારના દરોડા, 14 જુગારીઓ ઝડપાયા

ભાણવડથી આશરે 22 કિલોમીટર દૂર ફોટડી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં બેસીને જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા નૂરમામદ ઈસ્માઈલ ભટ્ટી, આમદ સલેમાન સેઠા, યુસુબ મોતીભાઈ…

ભાણવડથી આશરે 22 કિલોમીટર દૂર ફોટડી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં બેસીને જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા નૂરમામદ ઈસ્માઈલ ભટ્ટી, આમદ સલેમાન સેઠા, યુસુબ મોતીભાઈ ધુઘા, ઇબ્રાહીમ હાસમ ઘુઘા અને ઈસ્માઈલ અલીભાઈ ઘુઘા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂા.20,820 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કલ્યાણપુર તાલુકાના કનકપર ગામના સ્મશાન પાસેથી એલસીબી પોલીસે કારા અજા અસવાર, દામજી રામજી નકુમ અને દીપક પ્રવિણચંદ્ર પંડ્યા નામના ત્રણ શખ્સોને રૂૂ. 10,300 ના મુદ્દામાલ સાથે રોન પોલીસ નામનો જુગાર રમતા ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં ભલાભાઈ વેજાભાઈ ભરવાડને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

દ્વારકા પોલીસની અન્ય કાર્યવાહીમાં બસ સ્ટેન્ડ પાસેથી પ્રેમ બહાદુર બીસ્ટ અને પંકજ જયબહાદુર બીસ્ટ નામના બે શખ્સો તેમજ અન્ય કાર્યવાહીમાં ઇન્દ્રજીતસિંહ વેરશીભા માણેક અને અમરસિંહ માયાભા માણેક નામના બે શખ્સો ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. આ જ રીતે કીર્તિ સ્તંભ પાસેના રોડ પરથી ગંભીરસિંહ બચુભા ચુડાસમા અને ઇશાક ઈબ્રાહીમ બોલીમને પણ પોલીસે એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *