મોબાઇલ, વાહનો સહિત રૂા.8.50 લાખનો મુદ્દામાલ જપ્ત, 19 જુગારીઓ ફરાર થતા શોધખોળ
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ. સી. બી. પોલીસ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ શનિવારે રાત્રે હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, હરપાલસિંહ જાડેજા અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાડથર ગામમાં આવેલી એક બેંક પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સાત શખ્સોને ઝડપી લઇ, રૂૂ. 50,300 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારની મોજ માણી રહેલા મુકેશ ટપુ પરમાર, ગોપાલ બાબુ રાઠોડ, ભીમા નાથા બગડા, અને અનોપસિંહ નવલસિંહ સોઢા નામના ચાર શખ્સોને રૂૂ. 14,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.તથાખજુરીયા ગામેથી સાત શબ્દોને રૂૂ. 29,980 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. ખંભાળિયા તાલુકાના ભાડથર ગામેથી શખ્સોને જુગાર રમતા રૂૂપિયા 24,890 ના મુદ્દામાલ સાથે જ્યારે લાલુકા ગામેથી મધ્યરાત્રિના સમયે પોલીસે રામદે રાણા બોદર, ભાયા કાના કરમુર અને હમીર ભીખા ભૂંડીયા નામના ત્રણ શખ્સોને 4860 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
કલ્યાણપુરથી આશરે 35 કિલોમીટર દૂર રાણ ગામ નજીકથી જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી લઇ રૂૂ. 60,500 ની રોકડ રકમ તથા મોબાઈલ ફોન અને બે મોટરસાયકલ મળી કુલ રૂૂપિયા 1,30,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ જ વિસ્તારમાં આ જ સમયે અન્ય એક દરોડામાં છ શખ્સોને રૂૂપિયા 62,500 ની રોકડ રકમ તથા છ નંગ મોબાઈલ ફોન અને મોટરસાયકલ મળી કુલ રૂૂપિયા 1,13,200 ના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા હતા. કલ્યાણપુર પોલીસે ગાંધવી ગામેથી સુરેશભારતી નારણભારતી ભારતી નામના 43 વર્ષના શખ્સ દ્વારા પોતાના મિત્રના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને રમાડાતા જુગાર પર દરોડાની કાર્યવાહી કરી હતી અને રૂૂપિયા 44,500 ની રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 1,24,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામેથી શનિવારે સાંજે ચાર શખ્સો જુગાર રમતા કુલ રૂૂ. 54,300 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.
દ્વારકાથી 18 કિલોમીટર દૂર અણીયારી ગામની સરકારી શાળા પાસે પાંચ શખ્સોને રૂૂપિયા બાર હજાર ત્રણસો પચાસની રોકડ રકમ સહિત 42,350 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરોડા દરમ્યાન કરસન ગદવા રબારી નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામેથી રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સાત શખ્સોને જુગાર રમતા રૂૂ. 11,600 ના મુદ્દામાલ સાથે સ્થાનિક પોલીસે ઝડપી લીધા હતા. અન્ય એક દરોડામાં નરસંગ ટેકરી વિસ્તારમાંથી ચાર શખ્સોને રૂૂ. 4,320 ના મુદ્દામાલ સાથે તેમજ બારડીયા ગામેથી હિતેશ મૂળજી ડાભી અને કારાભા રાજપારભા માણેક નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા રૂૂ. 1,110 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા.
ભાણવડ પોલીસે મધ્ય રાત્રીના સમયે એક રહેણાંક મકાનની બહાર લેમ્પના અજવાળે રોન પોલીસ નામનો જુગાર રમતા છ શખ્સોને રૂૂ. 11,050 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. ભાણવડ તાલુકાના મોડપર ગામેથી પોલીસે મુકેશ મનસુખ પુરોહિત, રામા અરસી સુવા, ભીખા નાથા ભોચીયા અને પરસોતમ કાનજી પુરોહિતને જુગાર રમતા રૂૂપિયા 10,230 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામેથી તીનપતિ નામનો જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી લઇ, રોકડ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 50,100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દરોડાની આ કાર્યવાહી એલસીબીના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, સહદેવસિંહ જાડેજા અને પ્રવીણભાઈ માડમની બાતમીના આધારે કરવામાં આવી હતી. અન્ય એક કાર્યવાહીમાં રવિવારે કલ્યાણપુર પોલીસે ભાટિયા ગામેથી ભરત રમેશ ગોદડીયા અને કાંતિ શાંતિભાઈ પરમારને રોન પોલીસ નામના જુગાર રમતા 11,040 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો.
