રેલનગરના રાધે પાર્કમાં જુગારનો દરોડો: ત્રણ મહિલા સાથે પાંચ પકડાયા

શહેરના રેલનગરમાં વેદમાતા રાધે પાર્ક શેરી નં. 2માં જાડેજા ચોક પાસે રહેતાં મહિલા ઘરમાં જૂગાર રમાડતાં હોવાની માહિતી પરથી પ્ર.નગર પોલીસે દરોડો પાડી ઘરધણી સહિત…

શહેરના રેલનગરમાં વેદમાતા રાધે પાર્ક શેરી નં. 2માં જાડેજા ચોક પાસે રહેતાં મહિલા ઘરમાં જૂગાર રમાડતાં હોવાની માહિતી પરથી પ્ર.નગર પોલીસે દરોડો પાડી ઘરધણી સહિત ત્રણ મહિલા અને બે પુરૂૂષને જુગાર રમતાં પકડી લીધા હતાં.

વધુ માહિતી મુજબ,રેલનગર માતા રાધે પાર્ક શેરી નં. 2માં રહેતાં વનિતાબેન જયેશભાઇ જીવનાનીના ઘરમાં જૂગાર રમાતો હોવાની માહિતી મળતાં દરોડો પાડી વનીતાબેન તેમજ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ધરમનગર ક્વાર્ટર નં. 530માં રહેતાં કશીશબેન હરેશભાઇ નાગરેચા, તેના પતિ હરેશ ધીરૂૂભાઇ નાગરેચા, શિતલ પાર્ક-6માં રહેતાં સોનલબેન શૈલેષભાઇ ભાલેરા તથા નિલકંઠ પાર્ક-4 કોઠારીયા રોડના આકાશ ભાસ્કરભાઇ ધોરડાને ગંજીપાનાનો જૂગાર રમતાં પકડી લઇ રૂૂા. 15100ની રોકડ કબ્જે લીધી હતી. પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ પી. એ. બેલીમ અને ટીમના તોૈફિકભાઇ મંધરા, ચાંપરાજભાઇ ખવડ, સાધનાબેન ડાંગર સહિતનાએ આ દરોડો પાડયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *