કચ્છમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળ્યા

ટપ્પર ડેમ વિસ્તારમાંથી સંશોધક ડો.ભૂડિયાએ થાપા, ખભા, હાથ અને પગના હાડકા શોધ્યા હિમાલયની પર્વતમાળામાં આવેલી શિવાલિક પર્વતમાળા આસપાસ જે પ્રકારના જીવાશ્મિ મળી આવ્યા છે તે…

ટપ્પર ડેમ વિસ્તારમાંથી સંશોધક ડો.ભૂડિયાએ થાપા, ખભા, હાથ અને પગના હાડકા શોધ્યા

હિમાલયની પર્વતમાળામાં આવેલી શિવાલિક પર્વતમાળા આસપાસ જે પ્રકારના જીવાશ્મિ મળી આવ્યા છે તે જ પ્રકારના જીવાશ્મિ કચ્છના અંજાર પાસેની ટપ્પર ડેમ સાઈડ પર મળી આવ્યા છે. કચ્છના ટપ્પર ડેમ પાસેથી 1 કરોડ અને 5 લાખ (10.5 મિલિયન) વર્ષ જૂનાં વાનરના જીવાશ્મિ મળી આવ્યાં છે. જેની શોધ અને દાવો કચ્છી ગછઈં સંશોધક ડો. હિરજી ભુડિયાએ કર્યો છે.આ અગાઉ પણ 19મી સદીમાં સૌપ્રથમ હિમાલય પર્વતમાળામાંથી વાનરના અશ્મિ મળ્યા હતા.

ડો. ભુડિયાના જણાવ્યા અનુસાર, ટપ્પર ડેમ નજીકથી મળી આવેલા અશ્મિમાં થાપા, ખભા, હાથ અને પગના હાડકાંનો સમાવેશ થાય છે. આજથી 11 વર્ષ પહેલાં આજ ટપ્પર ડેમની આસપાસના વિસ્તારમાંથી વાનરના દાંતનો જીવાશ્મિ મળ્યો હતો. આ જીવાશ્મિ જોયા બાદ તેમણે ટપ્પર રેન્જમાં જઈને વધુ શોધખોળ કરવા નક્કી કર્યું હતું. ગત વર્ષે વ્યસ્તતાના કારણે ના જઈ શક્યાં પરંતુ આ વર્ષે તેમણે ટપ્પર ડેમ સાઈટમાં પડાવ નાખીને રીસર્ચ કર્યું અને આ જીવાશ્મિ મળી આવ્યાં. લાંબી મહેનત બાદ આ જીવાશ્મિ શોધવામાં તેમને સફળતા મળી છે અને આ સંદર્ભે તેઓ વધુ સંશોધન કરી રહ્યા છે.

દરમ્યાન, કરોડો વર્ષ જૂનાં વાનરોના જીવાશ્મિ અંગે વિશ્વના પેલિઓન્ટોલોજીસ્ટમાં પ્રવર્તતી જુદી-જુદી થિયરી અંગે ડો. ભુડિયાએ જણાવ્યું હતું કે, ઉત્ક્રાંતિ પ્રમાણે વાનરોની પ્રજાતિમાંથી માનવ સર્જાયેલો છે. જો કે, આ વાનરો માનવોના પૂર્વજ વાનરોથી થોડાં અલગ હતાં. અન્ય કેટલાંક પેલિઓન્ટોલોજીસ્ટ શિવાલીક પિથેક્સને વર્તમાન ઊરાંગ ઊટાંગ અને ગોરિલાના પૂર્વજ માને છે.જણાવી દઈએ કે, ડો. ભુડિયા મૂળ માધાપરના વતની છે અને હાલ તેઓ વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલાં છે. ભૂતકાળમાં તે જી.કે. જનરલ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે પણ સેવા આપી ચૂકેલાં છે.

કચ્છને જિયોલોજિકલ હેરિટેજ જાહેર કરવાની પણ માગણી
અહીં ટપ્પર ડેમ સાઈડ વિસ્તારમાંથી દોઢ કરોડ વર્ષથી જૂના વાનરના જીવાશ્મિ મળતાં હવે સમગ્ર કચ્છને જિયોલોજિકલ હેરિટેજ તરીકે જાહેર કરવાની માગ ડો. ભુડિયાએ કરી છે. કચ્છની ધરા વિશિષ્ટ છે. આખા કચ્છને જીઓલોજીકલી હેરિટેજ જાહેર કરવો તેવી ઠેર ઠેર સમૃધ્ધ સાઈટ્સ આવેલી છે. ઉલ્લેખનીય છે કે થોડાંક સમય અગાઉ પ્રસિદ્ધ યાત્રાધઆમ માતાના મઢ પાસે જીએમડીસીની ખાણ નજીકથી મળેલાં વાસુકિ નાગના અશ્મિઓએ પણ ખૂબ ચર્ચા જગાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *