વાવડીમાં આવાસ ટાઉનશિપમાં જુગારનો દરોડો: પત્તાં ટીંચતા વેપારી સહિત 6 ઝડપાયા

શહેરની ભાગોળે વાવડીમાં આવેલી આવાસ ટાઉનશીપમાં ચાલતા જુગાર ધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા વેપારી સહિત 6 શખ્સોને રૂા.71200ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણ…

શહેરની ભાગોળે વાવડીમાં આવેલી આવાસ ટાઉનશીપમાં ચાલતા જુગાર ધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા વેપારી સહિત 6 શખ્સોને રૂા.71200ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમબ્રાન્ચના પીએસઆઇ એમ.કે.મોવલીયા સહિતનો સ્ટાફ પેટ્રલિંગમાં હતો દરમિયાન વાવડીમાં આવેલી મનસુખભાઇ છાપીયા આવાસ ટાઉનશિપમાં બ્લોક નંબર એલ.402માં જુગારધામ ચાલતુ હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ભાડુઆત કિશોર શિવાભાઇ ટીલાળા ઉપરાંત વેપારી જયેશ ગીરધરભાઇ સોરઠિયા, વેપારી ભાવેશ કરમશીભાઇ વોરા, જગદીશ ધીરાભાઇ કપુરી, અજય ઉર્ફે મુનો બાબુભાઇ ડાવરા અને રેનીશ ચૂનીલાલ સોરઠિયાને ઝડપી લઇ પટ્ટમાંથી રૂપિયા 71200ની રોકડ કબજે કરી તમામ વિરૂદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *