ગંભીરા બ્રિજ 2022માં જ જર્જરિત જાહેર કરાયો છતા ભારે વાહનો બેરોકટોક ચાલુ રખાયા, માર્ગ-મકાન વિભાગની ઘોર બેદરકારી

લોકોએ અનેક વખત રજુઆતો કરી પણ માત્ર સમારકામ કરી તંત્રએ સંતોષ માન્યો, મુખ્ય ઇજનેરનો સબ સલામતનો દાવો મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી રિપોર્ટ માંગ્યો, તપાસના…

લોકોએ અનેક વખત રજુઆતો કરી પણ માત્ર સમારકામ કરી તંત્રએ સંતોષ માન્યો, મુખ્ય ઇજનેરનો સબ સલામતનો દાવો

મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી રિપોર્ટ માંગ્યો, તપાસના આદેશ, ઇજનેરોને ઘટનાસ્થળે દોડાવાયા

આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ તુટી પડવાની ઘટનાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે એક એવી વિગત પણ સામે આવી છે કે 2022માં આ બ્રીજને જર્જરીત જાહેર કરવામાં આવ્યો હતો. છતાંય ચાલુ રાખવામાં આવ્યો હતો તો બીજી તરફ સપ્તાહ પહેલા જ બ્રિજની તપાસ થઇ હોવાનું અને કોઇ વાંધો ન હોવાનો દાવો પણ ઇજનેર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

વડોદરાના પાદરામાં આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ વર્ષો જૂનો બ્રિજ છે. 1981માં આ બ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને 1985માં આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 40થી વધુ વર્ષ વિતી ગયા હોવાથી આ બ્રિજ જર્જરિત બન્યો હતો. આ બ્રિજનું માત્ર સમારકામ કરીને તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવાતો હતો પણ આ બ્રિજ અંગે કોઈ મોટી કામગીરી કરાઈ નહોતી. આ બ્રિજ પરથી મોટા અને ભારે વાહનો પણ પસાર થતાં હતાં. ઘણા વર્ષોથી આ બ્રિજ ખખડધજ સ્થિતિમાં હતો. જેના કારણે સ્થાનિકોએ બ્રિજનું સમારકામ કરવાની જગ્યાએ તેને નવો બનાવવા માગ કરી હતી. પરંતુ ઘોર નિંદ્રામાં રહેલા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.

બ્રિજ તૂટી પડતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાહનવ્યવહારને મોટી અસર પહોંચી છે. ભરૂૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્ર તરફ અવરજવર કરતા લોકો માટે આ બ્રિજ ઝડપથી પહોંચવા માટે એક સેતુ સમાન રસ્તો હતો. હવે આ બ્રિજ તૂટી પડતા વાહન ચાલકોને ભારે હાલાકી સહન કરવી પડશે. તંત્રની ઘોર નિંદ્રાથી જ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યાં છે. બ્રિજ જર્જરિત હોવા છતાં તેને ચાલુ રાખવામાં આવ્યો હતો. 2022માં આ બ્રિજને જર્જરિત જાહેર કરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ દુર્ઘટના અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ દુર્ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં અન્ય જર્જરિત થયેલા બ્રિજની વિગતો માંગી હતી. માર્ગ અને મકાન વિભાગને રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો.

મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો 1 ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું. ઇજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ કરવાની સૂચનાઓ આપી છે. દુર્ઘટના સ્થળે બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ બોટ્સ અને તરવૈયાઓ સાથે કાર્યરત છે, તેમજ ગઉછઋ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોડાઈ છે.આ દુર્ઘટના અંગે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે.

આ માટે ચીફ એન્જિનિયર – ડિઝાઇન તથા ચીફ ઇજનેર- સાઉથ ગુજરાત અને પૂલ નિર્માણમાં નિષ્ણાત અન્ય બે ખાનગી ઇજનેરોની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત થયાં છે. 6 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.એક્સપર્ટની ટીમ તાત્કાલીક રવાના કરાઇ છે. તપાસની સૂચના આપી છે.

ગંભીરા બ્રિજ તૂટતા આણંદ જિલ્લા તંત્ર દ્વારા ડાયવર્ઝન જાહેર કરાયું

સૌરાષ્ટ્ર તરફના વાહનોને વાસદ થઇ ચાલવા સૂચના

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ તુટી ગયેલ હોય જેના પરીણામે રસ્તા ઉપર વાહનની અવર-જવર દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર ગંભીરા પુલ પુન:કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકાયો છે અને ડાયવર્ઝન જાહેર કરાયું છે. આણંદ અધિક જિલ્લા મજિસ્ટ્રેટેટે જાહેર કરેલ જાહેરનામા જણાવ્યું છે કે, પાદરા આણંદ ને જોડતા ગંભીરા પુલ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ. ઉમેટા બ્રીજ ભારે વાહનો માટે પ્રતિબંધીત રહેશે. ઉપરાંત તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોએ સીધા વાસદ થઈને વડોદરા તરફ જવું. બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઇને નીકળવું તેમજ ભારે વાહનોએ વાસદ રૂૂટનો ઉપયોગ કરવો. પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીરા બ્રીજની જગ્યાએ નાના વાહનોએ ઉમેટા તરફ જવું અને મોટા વાહનોને વાસદ થઈને નીકળવાનું રહેશે.

પી.એમ. મોદીએ શોક વ્યક્ત કર્યા, મૃતકોને બે લાખની સહાય
ગુજરાતના વડોદરા અને આણંદને જોડતો મહિસાગર નદી પર બનેલ ગંભીરા પુલ પાદરામાં વહેલી સવારે ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં અનેક લોકોના કરૂૂણ મોત થયા છે. રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યુ છે. સ્થાનીક પ્રશાસન ખડેપગે ઉભુ છે. પીએમ મોદીએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી ખબરઅંતર પુછ્યા છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ખૂબ જ દુ:ખદ છે, દરેક મૃતકના પરિવારને ઙખગછઋ તરફથી 2 લાખ રૂૂપિયા અને ઘાયલોને 50,000 રૂૂપિયાની સહાય કરવામાં આવશે. ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનહાનિ ખૂબ જ દુ:ખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂૂપિયા આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *