ખંભાળિયા પોલીસ મથકમાં વિદેશી દારૂૂ સંદર્ભે ગત તારીખ 11 જૂનના રોજ એક ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં મૂળ ખંભાળિયામાં આહીર સમાજની વાડી સામે રહેતા અને હાલ જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે રહેતા અજય ચારણગીરી ગોસ્વામીનું નામ ખુલવા પામ્યું હતું.આ વચ્ચે ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ સર્વેલન્સ ટીમ દ્વારા પોલીસ મથકમાં લાલશાહીથી જાહેર કરેલા તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે હાથ વધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા તથા યોગરાજસિંહ ઝાલા અને સામતભાઈ ગઢવીને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી અજયગીરી ગોસ્વામી (ઉ.વ. 30) ને ઝડપી લઈ, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ખંભાળિયામાં દારૂ પ્રકરણમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
ખંભાળિયા પોલીસ મથકમાં વિદેશી દારૂૂ સંદર્ભે ગત તારીખ 11 જૂનના રોજ એક ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં મૂળ ખંભાળિયામાં આહીર સમાજની વાડી સામે રહેતા અને…
