ગઠિયો સવારે એટીએમમાં જઇ પટ્ટી લગાડી દેતો જેથી ગ્રાહકના પૈસા બહાર આવતા નહીં
મવડી ચોકડી પાસે ઈન્દ્રપ્રસ્થ હોલની સામે આવેલા ઉજજીવન સ્મોલ ફાય. બેંકના એ.ટી.એમ.માં ધુસી ગઠીયાએ એ.ટી.એમ. મશીનમાં રૂૂપીયા નિકળવાના સ્થળે પટ્ટી લગાવી જતો રહ્યો હતો. ત્યાર બાદ મહિલા ગ્રાહક રૂૂપિીયા ઉપાડવા એ.ટી.એમ.માં જઈ રૂૂપીયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પટ્ટીના કારણે પૈસા નીકળ્યા નહોતા અને અજાણ્યા શખ્સે 1500ની ચોરી કરી હતી.
વધુ વિગતો મુજબ યુની.રોડ જલારામ-01માં સંગાથ એપાર્ટમેન્ટમાં રહેતા શરદભાઈ કિશોરભાઈ ભટ્ટ(ઉ.વ.40)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મવડી ચોકડી ઈન્દ્રપ્રસ્થ હોલની સામે આવેલ ઉજજીવન સ્મોલ ફાય. બેકમા છેલ્લા આશરે ત્રણેક માસથી બ્રાચ મેનેજર તરીકે નોકરી કરી મારા કુટુંબનુ ગુજરાન ચલાવુ છુ અને આ બેકમા આશરે 50 જેટલા કમેચારીઓ નોકરી કરે છે અને આ બેકની બાજુમા અમારી બેકનુ એ.ટી.એમ. છે અને અમારી બેકની હેડ ઓફીસ પુણે ખાતે આવેલ છે અને અમારા કસ્ટમર કેર નંબરમા કોઈ પણ ગ્રાહક ફરીયાદ કરે તે ફરીયાદ પુણે જાય છે અને ત્યાથી જે તે બેકના વિભાગ ને મેઈલ કરી ફરીયાદની જાણ કરવામા આવે છે.
ગઈ તા.09/09ના રોજ હુ મવડી ચોકડીની બ્રાચે હાજર હતો ત્યારે સવારના અમારી બેકના વિજીલન્સ વિભાગમા નોકરી કરતા તરૂૂણભાઈ મારી પાસે આવેલા અને મને વાત કરેલ કે તમારી બાજુમા આવેલ એ.ટી.એમ.મા ફ્રોડની ફરીયાદ આવેલ છે જેથી મે તથા તરૂૂણભાઈ એ.ટી.એમ.મા 2હેલ સી.સી.ટી.વી. ચેક કરતા તા.05/09 ના રાત્રીના 08/20 મીનીટે એક અજાણી વ્યકિત એ.ટી.એમ .મા પ્રવેશ કરેલ અને તેના પેન્ટ ખીસ્સામાથી એક પટ્ટી કાઢેલ અને તે પટ્ટી એ.ટી.એમ. મશીનના રૂૂપીયા નિકળવાની જગ્યાએ લગાડી દીધેલ અને ત્યાર બાદ તે જતો રહ્યો હતો અને ત્યાર બાદ એક બહેન એ.ટી.એમ.મા આવેલ અને તેણે એ.ટી.એમ. મશીનમા એ.ટી.એમ નાખી રૂૂપીયા ઉપાડતા એ.ટી.એમ.માથી રૂૂપીયા નિકળેલ નહી જેથી તે બહેન જતા રહેલ હતા અને ત્યાર બાદ આ અજાણી વ્યકિત એ.ટી.એમ.મા પાછો આવે છે અને પટ્ટી કાઢી રૂૂપીયા લઈ જતો રહેલ હતો.
ત્યાર બાદ બીજા દિવસે તા.06/09ના રોજ સવારના 05/44 મીનીટે ફરીથી તે જ વ્યકિત આવે છે અને એ.ટી.એમ. માથી પટ્ટી કાઢી જતો રહેલ છે અને ત્યાર બાદ કોઈ ફરીયાદ આવેલ નથી અને આ ગ્રાહક ના આશરે રૂૂપીયા 1500ની ચોરી કરી લઈ ગયો હતો.આ અંગે માલવીયા પોલીસના સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
