હેપ્પી ન્યુયરમાં ડાન્સ-ડીનરની ધમાલના બદલે હનુમાન કથામાં ભક્તિના રંગેરંગાશે યુવાધન
31-ડિસેમ્બરની રાત્રે 151 કિલોની કેકનું કટિંગ, 108 કિલો પુષ્પવર્ષા અને ભવ્ય અન્નકૂટનું આયોજન
31મી ડિસેમ્બર એટલે થર્ટી ફર્સ્ટનવા વર્ષના સ્વાગતનો દિવસ. યુવા વર્ગમાં આ દિવસને ઉજવવાનો ઉત્સાહ દર વર્ષે વધતો જાય છે. રાજકોટ શહેરમાં 31 ડિસેમ્બર (ન્યૂ યર ઇવ) એટલે મોજમસ્તી અને ઉજવણીનો મુખ્ય દિવસ બની ગયો છે. દરેક વર્ષે યુવા અને પરિવારજન નવા વર્ષને એક્સ્ટ્રા સ્ટાઇલમાં સ્વાગત કરવા માટે મોટી પાર્ટીઓનું આયોજન કરે છે. આ વખતે પણ શહેરભરમાં આ દિવસે અનેક ઇવેન્ટ્સ, ડાન્સ પાર્ટીઓ અને સામાજિક એકત્રિત કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
પરંતુ આ વર્ષે થર્ટી-ફર્સ્ટની ઉજવણીમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આધ્યાત્મિક કાર્યક્રમો તરફ વળતો યુવા વર્ગ ચર્ચામાં છે. ડીજેડાન્સના બદલે કેટલાક યુવા સંગઠનો દ્વારા ભજન, કથા, યોગધ્યાન અને પ્રાર્થના સાથે નવા વર્ષની શરૂૂઆત કરવામાં આવે છે. રાજકોટમાં હનુમાન કથા જેવા કાર્યક્રમો તેનું ઉદાહરણ છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ‘શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’નું આયોજન કરવામાં આવ્યું છે.આ કથા કોઈ ટ્રસ્ટ કે સંસ્થાની નહીં, પરંતુ સમગ્ર રાજકોટના ભક્તોની જનભાગીદારીથી યોજાતી કથા છે, આ તેની સૌથી મોટી વિશેષતા છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સાળંગપુર ધામ જેવી જ થીમ ધરાવતું 52 ફૂટ ઊંચું ભવ્ય મંદિર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ભક્તોને હનુમાનજી મહારાજના દિવ્ય દર્શનનો લ્હાવો મળશે. કથાના મુખ્ય વક્તા પૂજ્ય હરિપ્રકાશદાસ સ્વામી (સાળંગપુર) દરરોજ રાત્રે 7:30 થી 11:30 કલાક દરમિયાન હનુમાનજીના જીવન ચરિત્ર અને હનુમાન ચાલીસાના ગૂઢ રહસ્યો ને સરળ અને રસસભર રીતે રજૂ કરશે.
દાદાના આગમન સાથે જ સમગ્ર ગ્રાઉન્ડ ‘જય કષ્ટભંજન’ અને ‘જય હનુમાન’ના નાદથી ગુંજી ઉઠશે.કથા પ્રારંભ પૂર્વે દરરોજ સાંજે જયપુરની પ્રખ્યાત નાટ્ય ટીમ દ્વારા સનાતન ધર્મની અદભૂત ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. 60થી વધુ કલાકારો ભજન, કીર્તન અને નાટ્ય પ્રસ્તુતિથી ભક્તોને મંત્રમુગ્ધ કરશે.આ કથામાં ધર્મ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સમન્વય જોવા મળશે. વ્યાસપીઠની એક તરફ ધર્મધ્વજ અને બીજી તરફ ગૌરવશાળી રાષ્ટ્રધ્વજ લહેરાશે.યુવાનોનું માનવું છે કે નવી શરૂૂઆત શાંતિ, સકારાત્મક વિચાર અને સંસ્કાર સાથે થાય તો વર્ષ સારું જાય.
આ વર્ષે 31મી ડિસેમ્બરે પાર્ટી સંસ્કૃતિ નહીં, પરંતુ હનુમાન દાદાની ભક્તિમાં યુવાનો રંગાશે. 151 કિલોની કેક, 108 કિલો પુષ્પવર્ષા અને ભવ્ય અન્નકૂટ સાથે દાદાનો જન્મોત્સવ ઉજવાશે.રાત્રે 12 વાગ્યે નવા વર્ષની શરૂૂઆત હનુમાનજીની આરાધનાથી થશે. આ ભવ્ય મહોત્સવ માટે આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.એકસાથે 50 હજારથી વધુ ભક્તો બેસી શકે તેવી વ્યવસ્થા, 120 ફૂટની વિશાળ એલઇડી સ્ક્રીનઅને 3 લાખ વોટની અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ દ્વારા ભક્તોને દિવ્ય અનુભવ કરાવવામાં આવશે.આ કથા કોઈ એક સંસ્થાની નહીં, પરંતુ સમગ્ર રાજકોટની કથા છે.
રાજકોટમાં શરૂૂ થયેલ હનુમાન કથા જેવા કાર્યક્રમો માત્ર તે યુવા પેઢીની બદલાતી પસંદગીને દર્શાવે છે. જ્યાં એક તરફ મનોરંજનનું અધિકાર છે, ત્યાં બીજી તરફ જીવનને અર્થપૂર્ણ બનાવવા માટે આધ્યાત્મિક અને સામાજિક વિકલ્પો પસંદ કરવો પણ જરૂૂરી છે. આ ટ્રેન્ડ એવા સંકેત આપે છે કે ભારતીય યુવાની નવી પેઢી હવે ‘મસ્તી’ અને ‘મૂલ્ય’ બંનેને સાથે લઈને આગળ વધવા માંગી રહી છે.
આ સિવાય નાતાલના વેકેશન દરમિયાન ધાર્મિક યાત્રાનો ટ્રેન્ડ પણ લોકોમાં બદલાતી માનસિકતા તરફ ઈશારો કરે છે. હાલ સૌરાષ્ટ્રનાં દ્વારકા, સોમનાથ, સાળંગપુર, ગિરનાર સહિતના નાના-મોટા ધાર્મિક સ્થળો ઉપર દર્શનાર્થીઓના ઘોડાપુર ઉમટયા છે. 31 ડિસેમ્બરની પાર્ટી માટે અગ્નિ, વીજ, પોલીસ સલામતી અને પબ્લિક ઓર્ડર નિયમો ખૂબ કડક રાખવામાં આવ્યા છે.પેટ્રોલિંગ વધારાયું: ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, હોમગાર્ડ, ટ્રાફિક પોલીસ સહિત એકઠા 6000થી વધુ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે.દરેક પાર્ટી સ્થળે CCTV મોનિટરિંગ, સિક્યુરિટી ગાર્ડ અને એન્ટ્રી-એક્ઝિટ જુદાં રાખવાની ફરજિયાત વ્યવસ્થા રહેશે. આટલી કડક સુરક્ષા વ્યવસ્થા પાછળનું કારણ છે.
થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજકોટમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરમાં યોજાનારી ડીજે પાર્ટી, હોટેલરિસોર્ટ, ફાર્મહાઉસ, જાહેર માર્ગો અને ભીડભાડવાળા વિસ્તારોમાં મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપી પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા અલગઅલગ ટીમો તૈનાત કરવામાં આવશે.
હેલ્પલાઇન અને તાત્કાલિક સહાય
મહિલાઓ માટેની હેલ્પલાઇનને 24 કલાક સક્રિય રાખવામાં આવશે. કોઈ પણ પ્રકારની છેડછાડ, અસભ્ય વર્તન કે અસુરક્ષાની સ્થિતિમાં તરત પોલીસ સહાય મળે તે માટે કંટ્રોલ રૂૂમ સાથે સીધો સંપર્ક સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. જરૂૂર પડે ત્યાં મહિલા કાઉન્સેલર અને માર્ગદર્શન ટીમ પણ ઉપલબ્ધ રહેશે.
મહિલા સુરક્ષા માટે કઈ ટીમો કાર્યરત રહેશે?
થર્ટી ફર્સ્ટની રાત્રે શી ટીમ (મહિલા પોલીસ ટીમ), મહિલા કોન્સ્ટેબલ્સ, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને સ્થાનિક પોલીસ સ્ટાફ સંયુક્ત રીતે ફરજ પર રહેશે. ખાસ કરીને મોડીરાતે પાર્ટી સ્થળોની આસપાસ, મુખ્ય રોડ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને હોટેલ ઝોનમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. પરંતુ ઉજવણીની રીતોમાં હવે સ્પષ્ટ બદલાવ જોવા મળે છે. અગાઉ માત્ર ડીજે પાર્ટી, નાઇટ ક્લબ કે મિત્રોની મસ્તી સુધી સીમિત રહેલી ઉજવણી હવે આયોજનબદ્ધ, સુરક્ષિત અને કેટલાક સ્થળે આધ્યાત્મિક રંગ સાથે આગળ વધી રહી છે.
