શહેરના ભકિતનગર સ્ટેશન પ્લોટ શેરી નં.17 ના ખુણેથી પીસીબીની ટીમે રૂૂ.2.69 લાખની કીમતના 864 બોટલ વિદેશી દારૂૂ ભરેલ માલવાહક વાહન સાથે એક શખ્સની ધરપકડ કરી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેર વિસ્તારમાં દારૂૂની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા પીસીબીને સુચના કરેલ હોય જે અન્વયે પીસીબીના કુલદીપસિંહ જાડેજા,વિજયભાઇ મેતા અને યુવરાજસિંહ રાણાને મળેલ સયુંકત હકીકત આધારે ગોડાઉન રોડ ભકિતનગર સ્ટેશન પ્લોટ શેરી નં.17 ના ખુણે અંબીકા વે બ્રીજ પાસે રોડ ઉપરથી ટાટા સુપર માલવાહક વાહનમાંથી રૂૂ.2.69 લાખની કીમતના 864 બોટલ વિદેશી દારૂૂ સાથે સોરઠીયા વાડી સર્કલ શીવાની ચેમ્બર વાળી ગલીમાં પ્રદિપકુમાર ભગૌતીપ્રસાદ પાસવાન (ઉ.વ.42)ને ઝડપી લઇ રૂૂ.4.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પી.સી.બીના પી.આઈ એમ.આર.ગોંડલીયા, પી.આઈ એમ.જે.હુણ, પીએસઆઈ પી.બી.ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમારે કામગીરી કરી હતી.
