રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન-સ્ટેન્ડિંગ કમિટી યમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષના દંડક મનીષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જાહેરાત કરતા જણાવે છે કે, આવતીકાલે 8-મી માર્ચ, 2025ના રોજ 114-મા ‘આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે મહિલાઓ એક દિવસ માટે, સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂૂટ પર, ગમે તેટલી વાર સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.
વિશેષમાં જણાવે છે કે, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા, એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ મહિલાઓ કુરિવાજો તથા રૂૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યમાં સરકાર ‘ક્ધયા કેળવણી’ અભિયાન, ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ, મહિલાઓમાં નામે મિલકત રજીસ્ટ્રેશન સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્કર્ષમાં યોગદાન કરી રહેલ છે. ત્યારે મહિલાઓ માટે મનપાએ એક દિવસ વિનામૂલ્યે સિટિ બસમાં મુસાફરીનો લાભ આપવાનુ આયોજન કરર્યુ છે.
