વેરાવળમાં ખરાબાની જમીન પરના 97 મકાનોને રેગ્યુલર કરવાના બહાને 24.25 લાખની છેતરપિંડી

વેરાવળના ભીડિયા પ્લોટ વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીન પરના 97 મકાનો રેગ્યુલર કરવાના રૂૂા.24.25 લાખ રૂૂપિયા લઈ છેતરપીંડી કરતા ભીડીયા કોળી સમાજ પૂર્વ પટેલ દ્વારા…

વેરાવળના ભીડિયા પ્લોટ વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીન પરના 97 મકાનો રેગ્યુલર કરવાના રૂૂા.24.25 લાખ રૂૂપિયા લઈ છેતરપીંડી કરતા ભીડીયા કોળી સમાજ પૂર્વ પટેલ દ્વારા જૂનાગઢના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આ શખ્સ ડે.કલેકટર ન હોવા છતાં તેની ઓળખ આપી ફાઇલ દીઠ રૂૂા.25 હજાર લઇ ત્રણ વર્ષ સુધી એક પણ ફાઇલ રેગ્યુલર ન થઇ અને બાદમાં વધુ રૂૂા.25 લાખ માંગતા વિશ્વાસઘાત થયાનું નોંધાવેલ છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ભીડીયા કોળી સમાજ ના પૂર્વ પટેલ રમેશભાઈ દેવજીભાઈ બારૈયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે, જૂનાગઢના રહેવાસી અને પોતે ડેપ્યુટી કલેકટર ન હોવા છતાં પોતે ડે.કલેકટર હોવાનું જણાવી ત્રણ વર્ષ પહેલાં પોતે સરકારી ખરાબાની જમીન પર આવેલા સમાજના 97 લોકોના મકાનો રેગ્યુલર કરાવી આપવા ફાઇલ દીઠ રૂૂા.25 હજાર લઈ કુલ રૂૂા.24.25 લાખ લઈ એકાદ વર્ષમાં થઈ જશે તેમ જણાવેલ પરંતુ ત્રણ વર્ષ થવા છતાં કઈ ન કરતા પોલીસમાં છેતરપિંડી ની ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ફરિયાદમાં વધુમાં જણાવ્યાં મુજબ વર્ષ 2021 ના જુન મહીનામાં ભીડીયા સયુક્ત કોળી સમાજના પટેલ તરીકે રમેશભાઇ દેવજીભાઇ બારૈયા સેવા આપી રહેલ ત્યારે સમાજના ઘણા લોકોના મકાન ભીડીયા પ્લોટ વિસ્તારમાં આવેલ નવાપરામાં આવેલ હોય અને જે માલીકીના ન હતા સરકારી ખરાબાની જમીન હતી આથી તેને રેગ્યુલર કરાવવા સરકારીમાં કોઇ સ્કીમ હેઠળ કાર્યવાહી કરવાની થતી હોય તો તે કરવા અમારા સમાજ દ્વારા અવાર નવાર સમાજની મીટીંગોમાં કહેવામાં આવતુ હોય અને આ દરમ્યાન ઓગસ્ટ-2021 માં મારા જાણીતા નાનુદાદાએ કહેલ કે મારા ઓળખીતા અશોકભાઈ ભોગીલાલ પંડ્યા છે.

અને સરકારી રે ગ્યુલેશનના કામકાજ કરે છે તેથી અશોકભાઈને વાત કરેલ તો પોતે ડે કલેકટર ન હોવા છતાં પોતે ડે કલેકટર છે તેમ જણાવી રેગ્યુલેશન થાય અને એક પ્લોટના રૂૂા.25,000 મને આપવા પડશે અને તમામની એક અલગ-અલગ ફાઇલો બનાવજો જેમાં આધારકાર્ડ, હાઉસટેક્ષની પહોંચ, ચુટણી કાર્ડ, લાઇટબીલની નકલો રાખી ફાઇલો મને આપો એટલે હુ તમારૂૂ કામ ચોક્કસ કરી આપીશ આમ વિશ્વાસ આપી વાત કરેલ ત્યારબાદમાં સમાજના લોકોને ભેળા કરી આ બાબતે વાત કરતા મારા સહિત 97 જણા આ વાતમાં સહમત થયેલ જેથી 97 ફાઇલો બનાવેલ તે અલગ-અલગ રૂૂા.25,000 રોકડા ઓફીસ માં આગેવાનો હરીભાઇ દેવજીભાઈ સોલંકી, મેઘજીભાઇ લક્ષ્મણભાઈ સીકોતરીયા, ધનજીભાઇ રામજીભાઈ બારૈયા, નયનભાઈ જેન્તીભાઈ સોલંકી સહીતની હાજરીમાં અશોકભાઈ ને ફાઇલ સાથે કુલ રૂૂા.24,25,000 આપેલ જેમાં એકાદ વર્ષનો ટાઈમ લાગશે તેમ જણાવેલ તે બાદ અવારનવાર ફોન કરેલ પરંતુ કામ ચાલુ છે તેમ જણાવેલ અને બાદ માં હજુ વધુ રૂૂા.25 લાખ આપવા પડશે તેમ જણાવતાં અને ત્રણ વર્ષ સુધી એક પણ કામ ન થતા અને બાદમાં પોતે ડેપ્યુટી કલેકટર પણ ન હોય તેવું જાણવા મળતા પોલીસમાં અશોકભાઇ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ પી.એસ.આઇ. કમલેશકુમાર ચાવડા એ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *