સોમનાથ ખાતે આવેલ દુધિયા બાપા નાગદેવતા દેવસ્થાન પર રાત્રીના ડિમોલિશનથી ભારે વિવાદ

સવારના લોકોના ટોળા ઉમટી પડતા કલેકટર ઉપાધ્યાય ધટના સ્થળે પહોંચી આ ધાર્મિક જગ્યાનુ ડિમોલિશન નહીં થાય તેવી ખાત્રી આપતા મામલો થાળે પડ્યો પ્રભાસપાટણ સોમનાથ ખાતે…

સવારના લોકોના ટોળા ઉમટી પડતા કલેકટર ઉપાધ્યાય ધટના સ્થળે પહોંચી આ ધાર્મિક જગ્યાનુ ડિમોલિશન નહીં થાય તેવી ખાત્રી આપતા મામલો થાળે પડ્યો

પ્રભાસપાટણ સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટ ની ઓફીસ ની સામે પ્રાચીન દુધિયા બાપા નાગદેવતા નુ ભોયરૂૂ આવેલા છે જે પ્રભાસપાટણ વેરાવળ સહિત હિન્દુ સમાજ નુ આસ્થા નુ પ્રતિક છે આ ધર્મ સ્થાન ને રેવન્યુ વિભાગ દ્વારા મોડી રાત્રે ઉંઈઇ મશીનથી બુલડોઝર ફેરવાતા ભાવિકોમાં રોષ ફેલાયો હતો અચાનક ડીમોલેશનથી સ્થાનિકોમાં આક્રોશ ફેલાયેલો અને મોટી સંખ્યામાં લોકો સ્થળે એકત્રિત થયા હતા આ ધટનાની કલેકટર એન વી ઉપાધ્યાય ને જાણ થતાં સવાર ના 10 કલાક ના અરસામાં ધટના સ્થળે પહોચેલ હતા અને ઉપસ્થિત લોકોને ખાત્રી આપી અને આ દુધીયા બાપા નાગદેવતા ના સ્થળ ની ઝાળી તાડી નાખવામાં આવેલ તેને ફરી થી રીપેરીંગ કરવામાં આવશે અને આ ભુલ તંત્ર ની છે તેનો સ્વીકાર કરવામાં આવેલ.

આ ધટના ની જાણ થતાં પ્રભાસપાટણ ના એડવોકેટ કમલેશભાઈ બામણીયા સહિત મોટી સંખ્યામાં લોકો ધટના સ્થળે પહોંચી કલેક્ટરને ને જણાવ્યું કે દુધીયા બાપા નાગદેવતા પ્રાચીન ભોયરૂૂ આવેલા છે જે વેરાવળ પ્રભાસપાટણ સહિત ના લોકો ના આસ્થા નુ પ્રતિક છે આ જગ્યા એ શ્રાવણ માસ મા નાગપંચમી ના દિવસે ધાર્મિક કાર્યક્રમો નુ આયોજન થાય છે તેમજ લગ્ન બાદ વર વધુ દુધીયા બાપા નાગદેવતા ના દર્શને પધારે છે અને કલેકટર દ્વારા ખાત્રી આપવામાં આવેલ છે કે આ ધાર્મિક જગ્યા નુ ડિમોલેશ નહિ કરવામાં આવે અને જે ઉપર ની જાળી તોડવામાં આવેલ છે તે રીપેરીંગ કરવામાં આવશે. આ ઘટના ના પગલે મોટી સંખ્યામાં લોકો ના ટોળા એકઠાં થતાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *