અમરેલી જિલ્લાના રાજુલામાં સ્ક્રેપના વેપારી પાસેથી રૂૂ.6.10 લાખની છેતરપિંડી કર્યાની ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ પીપાવાવ કંપનીનો સ્ક્રેપ ટેન્ડરથી અપાવવાની લાલચ આપી હતી. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના અરલા ગામના કરીમભાઈ બાઘડા ભંગારના વેપારી છે. ફરિયાદ મુજબ, અજયભાઈ ચૌહાણે તેમની મુલાકાત રવીભાઈ જેઠવા અને ઇરફાન ઉર્ફે ભુરો મંસુરી સાથે કરાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઇરફાન મંસુરી પીપાવાવ કંપનીમાં નોકરી કરતો ન હોવા છતાં તેણે પોતાને કંપનીના ‘શર્મા સાહેબ’ તરીકે ઓળખાવ્યો હતો. તેણે કંપનીનો સ્ક્રેપ ટેન્ડરથી અપાવવાનું કહી એડવાન્સ પેટે રૂૂ.6.10 લાખ રોકડા લીધા હતા. રકમ લીધા પછી વેપારીને સ્ક્રેપ આપવામાં આવ્યો નહોતો. જામીનગીરી તરીકે અન્ય વ્યક્તિના નામે ખોટી સહીવાળો બનાવટી ચેક આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.કરીમભાઈ બાઘડાની ફરિયાદના આધારે રાજુલા પોલીસ સ્ટેશનમાં ઇરફાન ઉર્ફે ભુરો મંસુરી, અજયભાઈ ચૌહાણ અને રવીભાઈ જેઠવા સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 318(4), 319(2), 336(2), 338, 340(2) અને 61(2) હેઠળ ગુનો નોંધાયો છે. રાજુલા પોલીસ સ્ટેશનના ઙજઈં આર.એલ. રાઠોડ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.
