જામનગરમાં 60 લાખનો વેરો નહીં ભરતા જેટકોનું વર્કશોપ સીલ

જામનગર મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી મિલકત વેરા અને પાણી ચાર્જની વસૂલાત માટે હાથ ધરવામાં આવેલી કડક ઝુંબેશના ભાગરૂૂપે દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી…

જામનગર મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી મિલકત વેરા અને પાણી ચાર્જની વસૂલાત માટે હાથ ધરવામાં આવેલી કડક ઝુંબેશના ભાગરૂૂપે દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. (જેટકો)ની વર્કશોપને સીલ કરવામાં આવી છે. આ ઔદ્યોગિક એકમનો મહાનગરપાલિકાનો રૂૂ. 60 લાખથી વધુનો મિલકત વેરો લાંબા સમયથી બાકી હોવાથી આજે ટેક્સ શાખાની ટીમ દ્વારા સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ, વસૂલાત ઝુંબેશ દરમિયાન શિવમ બ્રાસ પાસેથી બાકી વેરાની પેટે રૂૂ. 28 લાખનો એડવાન્સ ચેક મેળવવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા સપ્ટેમ્બર માસથી બાકી મિલકત વેરા અને પાણી ચાર્જની વસૂલાત માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વારંવારની રજૂઆત અને વસૂલાતના પ્રયાસો છતાં બાકી રકમ ભરપાઈ ન કરનારા આસામીઓ સામે હવે સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત ઔદ્યોગિક વિસ્તારોમાં પણ વેરા વસૂલાત માટે તંત્ર દ્વારા કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે.

જામનગરના જીઆઈડીસી ફેઝ-2 અને ફેઝ-3 વિસ્તારમાં અંદાજે રૂૂ. 17 કરોડનો મિલકત વેરો બાકી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં કોર્ટ કેસની રકમને બાદ કરતાં 2.35 લાખથી વધુ આસામીઓ પાસેથી અંદાજે રૂૂ. 414 કરોડની વેરા વસૂલાત બાકી છે. ઉપરાંત, ઓપન પ્લોટને બાદ કરતાં 20,900થી વધુ બિનરહેણાંક મિલકતોનો વેરો પણ ભરપાઈ થયો નથી.

બાકી વેરાની વસૂલાત માટે મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ સીલિંગ સહિતની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે. જેથી મિલકતધારકો અને ખાસ કરીને ઔદ્યોગિક એકમોના સંચાલકો સમયસર બાકી મિલકત વેરો તથા પાણી ચાર્જ ભરપાઈ કરી કડક કાર્યવાહીને ટાળે તેવો તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *